ઉલ્લેખનીય છે કે તરૂણ સાગરનું નામ પવન કુમાર જૈન છે. તેમનો જન્મ 26 જૂન 1967ના રોજ મધ્યપ્રદેશના દામોહ જિલ્લામાં ગુહજી ગામમાં થયો હતો. તેમની માતાનું નામ શાંતિબાઇ અને પિતાનું નામ પ્રતાપ ચંદ્ર હતું. તેમણે 8 માર્ચ 1981ના રોજ ઘર સંસારનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કર્યો હતો.
2/3
તેમનો જન્મ મધ્ય પ્રદેશના દમોહમાં થયો હતો અને છત્તીસગઢમાં તેમને દીક્ષા લીધી હતી. ખાનગી હોસ્પિટલના ડોક્ટોરએ જણાવ્યું છે કે 20 દિવસ પહેલા કમળાની અસર જોવા મળતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
3/3
નવી દિલ્હી: જૈન મુનિ તરુણ સાગર મહારાજનું નિધન થયું છે. જૈન મુનિ તરૂણ સાગર મહારાજનું 51 વર્ષની ઉમરે દિલ્લીમાં કમળાની લાંબી બીમારી બાદ નિધન થયું હતું. જૈન મુનિ તરુણ સાગર મહારાજની મહારાજની અંતિમ યાત્રા સવારે 8 વાગ્યાથી રાધેપુરથી શરૂ થઈ હતી જે ઉત્તર પ્રદેશના મુરાદનગર સ્થિત જૈન આશ્રમમાં સમાપ્ત થઈ. દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી.