યૂએઈ તરફથી મળેલી 700 કરોડની મદદ બાદ વિજયને કહ્યું, યૂનાઈટેડ અરબ અમીરાતે રાજ્યના પુનનિર્માણ માટે 700 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. તેમણે આગળ કહ્યું કે રાજ્યને ફરિ સામાન્ય સ્થિતિમાં લાવવા માટે ઘણા લોકોએ હાથ આગળ વધાર્યો છે.
2/4
આ જાણકારી આપતા રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં મદદ કરવા માટે યૂએઈ સહિત અંતરરાષ્ટ્રીય સમુદાયનો આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી જાણકારી આપી છે કે આ મુદ્દે યૂએઈના ક્રાઉન પ્રિન્સે પીએમ મોદી સાથે વાત કરી છે. યૂનાઈટેડ અરબ અમીરાતે કેરળને 700 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
3/4
નવી દિલ્હી: કેરળમાં ભયાનક પૂરની સ્થિતિના કારણે સમગ્ર વિશ્વમાંથી લોકો મદદ કરી રહ્યા છે ત્યારે રાજ્યને 700 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત યૂનાઈટેડ અરબ અમીરાતે (UAE)કરી છે.
4/4
મુખ્યમંત્રીએ એ પણ જાણકારી આપી કે અન્ય રાજ્યોએ પણ કેરલની મદદ કરી છે. આ સાથે જ અન્ય દેશો પણ ભયંકર પૂરથી પીડિત આ રાજ્યની મદદ માટે આગળ આવ્યા છે.