કેરળ હાઇકોર્ટે 15 ઓક્ટોબરના રોજ બિશપ ફ્રેંકો મુલક્કનને જામીન આપ્યા હતા. બિશપને કેરળમાં પ્રવેશ નહીં કરવાની શરતે જામીન અપાયા હતા. નન દુષ્કર્મ મામલામાં જલંધર ડાયોસિસના પૂર્વ બિશપ ફ્રેંકો મુલક્કલ આરોપી છે. કેરળ હાઈકોર્ટમાંથી જામીન મળ્યાં બાદ ગત મંગળવારે જ તે જલંધર પહોંચ્યો હતો. આરોપી બિશપ પર 2014થી 2016 વચ્ચે એક નન સાથે અનેક વખત દુષ્કર્મનો આરોપ લાગ્યો છે.
2/3
નવી દિલ્હીઃ કેરળના બહુ ચર્ચિત નન રેપ મામલામાં આરોપી બિશપ ફેંકો મુલક્કલ સામે સાક્ષી આપનારા પાદરી કુરિયાકોસ કટ્ઠથારાની શંકાસ્પદ અવસ્થામાં લાશ મળી છે. કુરિયાકોસ પંજાબના હોશિયારપુરના દાસુયા સ્થિત સેંટ પોલ ચર્ચમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પાદરીના પરિવારજનો દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
3/3
દાસુયાના DSP એઆર શર્માએ કહ્યું કે, 62 વર્ષીય ફાધર કુરિયાકોસ સેંટ પોલ ચર્ચમાં રહેતા હતા. તેઓ મૃત હાલતમાં મળ્યા છે. સમગ્ર મામલાની તપાસ થઈ રહી છે. તેમના શરીર પરથી ઈજાના નિશાન મળ્યા નથી. તેમની બેજ પરથી ઉલ્ટી અને બ્લડ પ્રેશરની દવાઓ મળી છે.