નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસબા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હોવા છતાં સ્પષ્ટ બહુમત મેળવી શક્યો નથી. સરકાર બનાવવા ભાજપ અને કોંગ્રેસ-જેડીએસ વચ્ચે દાવ-પેચ રમાઈ રહ્યો છે. આ દરમિયાન મંગળવારે કેરળ ટૂરિઝમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક એવું ટ્વિટ કરવામાં આવ્યું, જેનો રાજકીય મતલબ નીકાળવામાં આવી રહ્યો છે.
2/4
આ સ્થિતિમાં કેરળ ટૂરિઝમનું આ ટ્વિટ રિસોર્ટ પોલિટિક્સની યાદ અપાવી રહ્યું છે.
3/4
ગુજરાતમાં થોડા મહિના પહેલા રાજયસભા ચૂંટણી વખતે ધારાસભ્યોને ખરીદ-વેચાણથી બચાવવા માટે કોંગ્રેસ બેંગ્લોરમાં તેના નેતા ડીકે શિવકુમારના રિસોર્ટમાં લઈ ગઈ હતી.
4/4
કેરળ ટૂરિઝમે મંગળવારે ટ્વિટ કરીને લખ્યું કે, કર્ણાટકના પરિણામો બાદ અમે તમામ ધારાસભ્યોને કેરળના સુરક્ષિત અને ખુબસુરત રિસોર્ટમાં રોકાવાનું આમંત્રણ આપીએ છીએ. જોકે બાદમાં આ ટ્વિટને ડિલીટ કરી દેવામાં આવ્યું હતું.