ગડકરીના આ નિવેદનનો ઇશારો 2014માં લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તામાં લાવવા માટે આપવામાં આવેલા વાયદા પર પણ હોઇ શકે છે. જો કે ભાજપના એ વખતના વાયદા વિશે હાલ કોઇ ખાસ ચર્ચા થતી નથી. એ વખતના નિવેદનોની નેતાઓએ સખત પ્રતિક્રિયા આપી હતી.
2/4
હાલમાંના દિવસોમાં ગડકરીના નિવેદનો ખૂબ જ ચર્ચામાં રહે છે. ગત વર્ષે તેઓએ કહ્યું હતું કે ભાજપના કેટલાક નેતાઓએ ઓછું બોલવું જોઇએ. તેઓએ કહ્યું હતું કે રાજનેતાઓને બોલતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઇએ. ગડકરીના ખરાબ નિવેદનોને કારણે ભાજપને ખૂબ જ શરમમાં મૂકાવવું પડે છે. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના વખાણ કરતાં ભાજપના નેતાઓ નારાજ છે.
3/4
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ રવિવારે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન નેતાઓને લઈને એવી ટિપ્પણી કરી જે ખૂબ જ ચર્ચામાં છે. તેણે કહ્યું કે, લોકોને સપના બતાવનારા નેતા સારા લાગે છે પરંતુ એ સપના પૂરા ન થાય તો લોકો તેની પિટાઈ પણ કરે છે, એટલે સપનાં એ જ બતાવવા જોઈએ, જે પૂરાં થઈ શકે. હું સપનાં બતાવવાળાઓમાંથી નથી. જે પણ બોલું છું એ ડંકાની ચોટ પર બોલું છું. કડકરીએ આ ટિપ્પણી બોલિવૂડ અભિનેત્રી ઈશા કોપિકરના ભાજપમાં સામેલ થવા માટે આયોજિત કાર્યક્રમમાં કરી હતી.
4/4
ડિસેમ્બર 2018માં પાંચ રાજ્યના પરીણામ બાદ ગડકરીએ કહ્યું હતું કે પાર્ટી નેતૃત્વએ હારની જવાબદારી લેવી જોઇએ, સફળતાના અનેક પિતા હોય છે પરંતુ અસફળતા અનાથ હોય છે. જ્યાં સફળતા હોય ત્યાં શ્રેય લેવાવાળાની લાઇનો લાગે છે પરંતુ હારમાં એકબીજા પર આંગળી ચિંધે છે. ગડકરીના આ નિવેદન પર અનેક વિવાદ સર્જાયો હતો.