મમતા બેનર્જિએ કહ્યું, મૃણાલ સેનના નિધનથી દુખી છું. ફિલ્મ ઉદ્યોગને મોટી ખોટ, તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ છે.
2/3
મૃણાલ સેને કોલકાતામાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓને 1981માં પદ્મભૂષણ અને 2005માં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતા. મૃણાલ 1998થી 2000 સુધી સાંસદ પણ રહ્યાં છે. 1955માં મૃણાલ સેને પોતાન પહેલી ફિલ્મ રાતભોર બનાવી હતી. તેમની આગામી ફિલ્મ નીલ આકાશેર નીચે તેમને ઓળખ આપી. ત્રીજી ફિલ્મ બાઇશે શ્રાવણે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાપિત કરી દીધાં.
3/3
કોલકાતા: દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક મૃણાલ સેનનુ લાંબી બીમારી બાદ રવિવારે નિધન થયું છે. તેઓ 95 વર્ષના હતા. તેમના પરિવારના સુત્રોએ આ જાણકારી આપી હતી. નીલ આકાશેર નીચે ભુવન શોમ એક દિન અચાનક પદાતિક અને મૃગયા જેવી ફિલ્મો માટે જાણીતા પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત સેન દેશના સૌથી પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓમાથી એક હતા.