સત્તા ગુમાવ્યા બાદ શિવરાજ સિંહ ચૌહાને પણ કહ્યું હતું કે, કોંગ્રેસની સરકાર આવતાં જ 10 દિવસની અંદર ખેડૂતોના દેવા માફ કરશે તેવી આશા રાખીએ છીએ. હવે કમલનાથે તેના વાયદા પર ખરા ઉતરતાં દેવા માફીની ફાઇલ પર હસ્તાક્ષર કરી દીધા છે. કમલનાથના આ નિર્ણય હેઠળ મધ્ય પ્રદેશના ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીના દેવા માફ થશે. તેનાથી રાજ્યના 40 લાખ ખેડૂતોને ફાયદો થશે.
2/3
આજે ભોપાલના જમ્બૂરી મેદાનમાં કમલનાથે મધ્યપ્રદેશના 18માં મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. આ અવસરે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ હાજર હતા.
3/3
ભોપાલઃ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે કમલનાથે શપથ લીધાના ગણતરીના જ કલાકમાં મોટો નિર્ણય લીધો હતો. તેમણે વાયદાને પૂરો કરતાં ખેડૂતોની દેવા માફીની ફાઇલ પર સહી કરી હતી. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જે વાયદા કર્યા હતા તેમાં સૌથી મહત્વનો વાયદો ખેડૂતોને દેવા માફીનો પણ હતો.