આ કલમ અનુસાર કોઈ વ્યક્તિ પોતાની પત્નીની સાથે જાતીય સંબંધ બાંધે તેને બળાત્કાર ન કહેવાય. જણાવીએ કે, આ મામલે દલીલ હજુ પૂરી થઈ નથી, અને આઠ ઓગસ્ટના રોજ હવે પછીની સુનાવણીમાં પણ દલીલો સાંભળવામાં આવશે.
2/6
એનજીઓ તરફથી હાજર રહેલ અમિત લખાની અને ઋત્વિક બિસારિયાએ દલીલ કરી કે પત્નીને હાલના કાયદા અંતર્ગત લગ્નમાં જાતીય હિંસાથી સંરક્ષણ મળેલ છે. તેના પર કોર્ટે કહ્યું કે, જો અન્ય કાયદામાં આ સામે છે તો આઈપીસીની કલમ 375માં અપવાદ શા માટે હોવો જોઈએ.
3/6
કોર્ટે એનજીઓ મેન વેલફેર ટ્રસ્ટની એ દલીલને નકારી કાઢી કે પતિ-પત્નીની વચ્ચે બંધાનારા શારીરિક સંબંધમાં બળનો ઉપયોગ અથવા બળની ધમકી આ અપરાધ હોવામાં મહત્ત્વનું છે. આ એનજીઓ લગ્નબાદ દુષ્કર્મને અપરાધ બનાવવાની અરજીનો વિરોધ કરી રહ્યું છે.
4/6
બેન્ચે કહ્યું કે, લગ્નનો એ મતલબ નથી કે મહિલા સેક્સ માટે હંમેશા તૈયાર રહે. પુરુષે એ સાબિત કરવાનું રહેશે કે, મહિલાની સહમતી હતી.
5/6
નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કહ્યું કે, લગ્નનો મતલબ એ નથી કે કોઈ મહિલા પોતાના પતિ માટે હંમેશા સેક્સ માટે તૈયાર રહે. સાથે જ એ પણ જરૂરી નથી કે બળાત્કાર કરવા માટે શારીરિક બળનો ઉપયોગ કરવામાં જ આવ્યો હોય.
6/6
ઇન્ચાર્જ ચીફ જસ્ટિસ ગીતા મિત્તલ અને જસ્ટિસ સી હરિશંકરની બેન્ચે મંગળવારે કહ્યું કે, લગ્ન જેવા સંબંધમાં પુરુષ અને મહિલા બન્નેને સેક્સ માટે ના પાડવાનો અધિકાર છે. કોર્ટે એવી અરજી પર સુનાવણી કરતાં આ ટિપ્પણી કરી જેમાં લગ્નેતર બળાત્કારને અપરાધ બનાવવાની માગ કરવામાં આવી છે.