'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
Mega Demolition: આજે 'ગેસ્ટ ફ્રૉમ માર્સ' નામના એક્સ હેન્ડલ પરથી એક પછી એક વારાફરથી ટ્વીટ કરાયા હતા, દ્વારકા બેટ દ્વારકામાં દબાણ હટાવવા પર ગૃહમંત્રીને ધમકીઓ મળી છે,

Mega Demolition: બેટ દ્વારકામાં ગઇકાલે કરવામાં આવેલા મેગા ડિમૉલિશનના પડઘા પડ્યા હોવાનું સામે આવ્યુ છે. બેટ દ્વારકામાં 'દાદાનું બૂલડૉઝર' કાર્યવાહી બાદ હવે સોશ્યલ મીડિયા પર ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ધમકીઓ મળવાની શરૂ થઇ ગઇ છે. સોશ્યલ મીડિયા એક્સ હેન્ડલ 'ગેસ્ટ ફ્રૉમ માર્સ' પર હર્ષ સંઘવીને ધમકી મળી છે, આ પૉસ્ટમાં ઓવૈસીને પણ ટેગ કરવામાં આવ્યા છે. આ ધમકી મળ્યા બાદ તંત્ર અને પોલીસ તંત્ર એલર્ટ મૉડમાં આવી ગયુ છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે બેટ દ્વારકામાં 76 જેટલી દબાણો દુર કરીને 6 કરોડથી વધુની જમીનની ખુલ્લી કરવામાં આવી હતી.
ગઇકાલે યાત્રાધામ બેટ દ્વારકામાં મેગા ડિમૉલિશનની કામગીરીમાં બાદ આજે સોશ્યલ મીડિયા પરથી રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ધમકીઓ મળવાની શરૂ થઇ ગઇ છે. આજે 'ગેસ્ટ ફ્રૉમ માર્સ' નામના એક્સ હેન્ડલ પરથી એક પછી એક વારાફરથી ટ્વીટ કરાયા હતા, દ્વારકા બેટ દ્વારકામાં દબાણ હટાવવા પર ગૃહમંત્રીને ધમકીઓ મળી છે, પૉસ્ટમાં લખવામાં લખવામાં આવ્યુ છે કે, "બેટ દ્વારકામાં જે થયું છે તેને અમે યાદ રાખીશું", "અમારા લોકો, અમારા બાળકો સાથે જે થયું તેને યાદ રાખીશું", ગેસ્ટ ફ્રૉમ માર્સ નામના એક્સ હેન્ડલ પરથી આ તમામ ધમકીઓ આપવામાં આવી છે. ટ્વિટ કરીને ધમકી આપ્યા બાદ લખ્યું - 'બાલાપુર'ના લોકો માટે કડકડતી શિયાળો, ખોરાક નથી, આશ્રય નથી, પ્રાણીઓ પીડાઈ રહ્યા છે, લોકો પીડાઈ રહ્યા છે, પણ કોઈ તેમને મીડિયા પર બતાવી રહ્યું નથી. અન્ય ટ્વિટમાં લખ્યું કોઈ નૉટિસ નહીં, ફક્ત ઘરની બહાર એક કાળો ક્રૉસ અને પછી તોડી પાડવામાં આવ્યા.
'ગેસ્ટ ફ્રૉમ માર્સ' નામના એક્સ હેન્ડલ પરથી સંઘવીને ધમકી આપવાની સાથે કેટલીક પૉસ્ટ કરવામાં આવી હતી, જેને AIMIMના ઓવૈસીને પણ ટેગ કરાયા હતા. આ ટ્વીટ બાદ તંત્ર એલર્ટ થયુ છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે બેટ દ્વારકામાં બૂલડૉઝર કાર્યવાહીમાં એકસાથે 76 જેટલા દબાણોને હટાવી દેવામાં આવ્યા હતા. માહિતી પ્રમાણે, નવા વર્ષમાં ગુજરાતમાં ફરી એકવાર દબાણ હટાવો કામગીરી યાત્રાધામ બેટ દ્વારકામાં શરૂ કરાઇ હતી. મેગા ડિમૉલિશનની કામગીરી શરૂઆત સાથે જ બેટ દ્વારકામાં આજે 24 કલાકમાં 6 કરોડ 53 લાખની કિંમત જમીનને ખુલ્લી કરવાઇ હતી, એટલે કે તંત્ર દ્વારા અંદાજિત 76 જેટલા સ્ટ્રક્ચરોને બૂલડૉઝરથી ધ્વસ્ત કરાયા હતા.
આ પહેલા અમદાવાદમાં ગેરકાયદે મસ્જિદ તોડી પડાઇ હતી -
આ પહેલા અગાઉ અમદાવાદમાં ફરી એકવાર બૂલડૉઝર એક્શન શરૂ કરવામાં આવી હતી. એએમસી વિભાગ દ્વારા દબાણ હટાવો કાર્યવાહી કરવામાં આવી રહી હતી, જે અંતર્ગત આજે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક મસ્જિદના ઉપરના માળનું બાંધકામ તોડી પડાયું હતુ. બાપુનગર ચાર રસ્તા પાસે આવેલી મદીના મસ્જિદના ઉપરના માળ પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતુ, જેના પર એક્શન લેતા આજે આ ગેરકાદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતુ. દબાણની કાર્યવાહી એએમસી -કોર્પોરેશનના પૂર્વ વિભાગના એસ્ટેટ વિભાગે હાથ ધરી હતી. ડિમૉલેશનના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, 3 એસીપી અને 5 પોલીસ સ્ટેશનના PI સહિતનો પોલીસ કાફલો સ્થળ પર ખડકી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો
Mega Demolition: ઉત્તરાયણ પહેલા બેટ દ્વારાકમાં ફરી વળ્યું 'દાદાનું બૂલડૉઝર', 76 ઇમારતો તોડી પડાઇ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
