શોધખોળ કરો

સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ

સુરતમાં ધરણા કરે તે અગાઉ કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.

અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે સુરતમાં ધરણા કરે તે અગાઉ કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાત સહિતના નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. મળતી જાણકારી અનુસાર, પાટીદાર દીકરી મુદ્દે સુરતના મિનિ બજારમાં કોંગ્રેસનું આજે નારી સ્વાભિમાન આંદોલન હતું. કોંગ્રેસના નેતાઓ ધરણા પ્રદર્શન શરુ થાય એ પહેલા તેઓની અટકાયત કરવામાં આવી હતી. પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત સહિતના નેતાઓની અટકાયત કરાઇ હતી. ધરણા પ્રદર્શનને મંજૂરી મળી ન હોવાથી તેઓની અટકાયત કરી હતી. કોંગ્રેસના નેતાઓની સાથે કાર્યકરોની પણ અટકાયત કરી હતી. બેનર જપ્ત કરી કાર્યકરોને પોલીસ વાનમાં લઇ જવામાં આવ્યા હતા.

પાટીદાર દીકરીને ન્યાય અપાવવા માટે અમરેલી બાદ સુરતના વરાછાના મિનિ બજારમાં કૉંગ્રેસે આજે નારી સ્વાભિમાન આંદોલનનું આયોજન કર્યું હતું. જો કે, પોલીસે મંજૂરી આપી નથી. ટ્રાફિકની સમસ્યા અને લોકોને હાલાકી પડવાના કારણસર પોલીસે મંજૂરી આપી નહોતી. પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત સહિતના કૉંગ્રેસના નેતાઓ નારી સ્વાભિમાન આંદોલનમાં જોડાવાના હતા. વરાછાના મિનિ બજારમાં મંચ બનાવી બેનર લગાવી આંદોલન કરવા માટે કૉંગ્રેસે મંજૂરી માંગી હતી પરંતુ પોલીસે મંજૂરી આપી નહોતી.

કોંગ્રેસે કહ્યું હતું કે આ પોલીસની તાનાશાહી છે. ગુજરાતની જનતાએ જાગવાની જરુર છે.  આ મામલે પોલીસે જણાવ્યું હતું કે ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને મંજૂરી આપી નહોતી. ભીડભાડવાળી જગ્યા હોવાથી ધરણાને મંજૂરી આપી નહોતી. પ્રતાપ દૂધાતે કહ્યું હતું કે દીકરી માટેની લડત ચાલુ રહેશે. અમે પોલીસ સ્ટેશનમાં ધરણા કરીશું. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે શું ગુજરાતની દીકરી માટે મંજૂરી નહીં મળે?. નિર્દોષ દીકરી માટે મંજૂરી નહીં મળે? પોલીસે આખા વિસ્તારને ઘેરી લીધો છે. દીકરી માટે અમે લડત ચાલુ રાખીશું. આંદોલનથી દેશને આઝાદી મળી છે.

નોંધનીય છે કે બેટ દ્વારકામાં ગઇકાલે કરવામાં આવેલા મેગા ડિમૉલિશનના પડઘા પડ્યા હોવાનું સામે આવ્યુ છે. બેટ દ્વારકામાં 'દાદાનું બૂલડૉઝર' કાર્યવાહી બાદ હવે સોશ્યલ મીડિયા પર ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ધમકીઓ મળવાની શરૂ થઇ ગઇ છે. સોશ્યલ મીડિયા એક્સ હેન્ડલ 'ગેસ્ટ ફ્રૉમ માર્સ' પર હર્ષ સંઘવીને ધમકી મળી છે.  

'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Milk Price: સુરતીઓ માટે મોંઘવારીનો વધુ એક ઝટકો,સુમુલ ડેરીએ પણ વધાર્યાં દૂધના ભાવ
Milk Price: સુરતીઓ માટે મોંઘવારીનો વધુ એક ઝટકો,સુમુલ ડેરીએ પણ વધાર્યાં દૂધના ભાવ
Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ
Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન

Embed widget