યુક્રેન યુદ્ધમાં આત્મસમર્પણ નહી પણ પોતાને ગોળી મારવાનો ઉત્તર કોરિયાના સૈનિકોને આદેશઃ દક્ષિણ કોરિયા
યુક્રેન સામેના યુદ્ધમાં રશિયા તરફથી લડતા લડતા લગભગ 300 ઉત્તર કોરિયાના સૈનિકો અત્યાર સુધીમાં માર્યા ગયા છે
દક્ષિણ કોરિયાના એક સાંસદે સિયોલની નેશનલ ઇન્ટેલિજન્સ સર્વિસ (એનઆઈએસ)ને ટાંકીને દાવો કર્યો હતો કે યુક્રેન સામેના યુદ્ધમાં રશિયા તરફથી લડતા લડતા લગભગ 300 ઉત્તર કોરિયાના સૈનિકો અત્યાર સુધીમાં માર્યા ગયા છે. તેમણે કહ્યું હતું કે આ સૈનિકોને પકડવાથી બચવા માટે પોતાની જાતને મારી નાખવાનો પણ આદેશ અપાયો છે.
Seoul says 300 North Korean soldiers killed fighting Ukraine.
— AFP News Agency (@AFP) January 13, 2025
Over the weekend, Ukrainian President Volodymyr Zelensky said Kyiv had captured two North Korean soldiers, releasing video of the injured combatantshttps://t.co/lvo1a46Jgq pic.twitter.com/AuGSO1KO4Q
UPDATE Ukraine's President Volodymyr Zelensky says he is ready to hand over captured North Korean soldiers to Pyongyang in exchange for the return of Ukrainian POWs held in Russia
— AFP News Agency (@AFP) January 12, 2025
🇺🇦 🇷🇺 🇰🇵https://t.co/axh813kFGx pic.twitter.com/bsTZSdZR0j
દક્ષિણ કોરિયાના સાંસદ લી સેઓંગ-ક્વેને એએફપીને જાસૂસી એજન્સી સાથે એક બ્રીફિંગ બાદ જણાવ્યું હતું કે "રશિયામાં ઉત્તર કોરિયાના સૈનિકોની તૈનાતી કથિત રીતે કુર્સ્ક ક્ષેત્રને સામેલ કરવા માટે વિસ્તારીત કરવામાં આવી હતી. એક અંદાજ છે કે ઉત્તર કોરિયાના 3000થી વધુ સૈનિકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે અત્યાર સુધી 300 કોરિયન સૈનિકો માર્યા ગયાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.
લીએ દાવો કર્યો હતો કે સૈનિકો કથિત રીતે ઉત્તર કોરિયાના સ્ટોર્મ કોર્પ્સના હોવાનું કહેવાય છે જેમને પકડવાથી બચવા માટે પોતાની જાતને ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. "નોંધનીય છે કે વિશેષ રીતે મૃતક સૈનિકો પાસે મળેલા મેમો પરથી સંકેત મળે છે કે ઉત્તર કોરિયાના અધિકારીઓએ તેમને પકડાઇ જતા પહેલા આત્મહત્યા કરવા અથવા પોતાની જાતને વિસ્ફોટથી ઉડાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
લીએ કહ્યું હતું કે આવું એક ઉત્તર કોરિયાના સૈનિકે કહ્યું હતું જે કથિત રીતે પકડાઇ જવાનો હતો. તે જનરલ કિમ જોંગ ઉન બોલ્યો હતો અને ગોળી વાગતા અગાઉ ગ્રેનેડ વિસ્ફોટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં કેટલાક સૈનિકોને ‘માફી’ આપવામાં આવી છે અથવા તે ઉત્તર કોરિયાની સત્તાધારી પાર્ટીમાં સામેલ થવા માંગતા હતા.
દક્ષિણ કોરિયાએ દાવો કર્યો હતો કે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને પ્યોંગયાંગના પરમાણુ શસ્ત્રો અને ઉપગ્રહ કાર્યક્રમો માટે રશિયન તકનીકી સહાયના બદલામાં રશિયાને યુક્રેન સામે લડવામાં મદદ કરવા માટે 10,000 થી વધુ સૈનિકો મોકલ્યા હતા. જો કે, તેમની પાસે આધુનિક યુદ્ધની સમજનો અભાવ હતો અને NIS વિશ્લેષણ મુજબ, તેમનો ઉપયોગ "તોપના ચારા" તરીકે થઈ રહ્યો હતો જેના કારણે મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હતી.
અગાઉ, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું હતું કે તેમણે બે ઉત્તર કોરિયાઈ સૈનિકોને પકડ્યા છે. તેમણે તેમની પૂછપરછનો એક વીડિયો પણ જાહેર કર્યો છે. ઝેલેન્સકીએ કહ્યું હતું કે યુક્રેન રશિયામાં બંધક યુક્રેનિયન સૈનિકોના બદલામાં કિમ જોંગ ઉનના સૈનિકોને સોંપવા તૈયાર છે. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે "આપણા સૈનિકો અન્ય લોકોને પકડવામાં સફળ થાય તે ફક્ત સમયની વાત છે. વિશ્વમાં કોઈ શંકા ન હોવી જોઈએ કે રશિયન સેના ઉત્તર કોરિયાની લશ્કરી સહાય પર નિર્ભર છે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
