ઉલ્લેખનીય છે કે, બીએસપી ભૂતકાળમાં કર્ણાટકમાં જેડીએસ સાથે ગઠબંધન કર્યું હતું અને 20 બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન માયાવતીએ પોતે જેડીએસના નેતાઓ સાથે મળીને રેલીઓ સંબોધી હતી. જોકે 2013ની સરખામણીએ બીએસપીનો વોટ શેર 1.16 ટકાથી ઘાટીને 0.3 ટકા થઈ ગયો હતો તેમ છતાં તે રાજ્યમાં પહેલીવાર એક બેઠક જીતવામાં સફળ રહી હતી.
2/5
ત્યાં સુધીમાં માયાવતીએ જેડીએસ પ્રમુખ દેવગૌડાને ફોન કર્યો હતો અને તેમણે ગઠબંધન કરવા માટે મનાવી પણ લીધા હતાં. ત્યાર બાદ માયાવતીએ સોનિયા ગાંધીને ફોન કરીને વાત કરી હતી અને જેડીએસને બહારથી સમર્થન આપવાની સલાહ આપી હતી. આ સલાહ પર સોનિયા ગાંધી માની ગયા હતાં તેવી ચર્ચા ચાલી રહી છે.
3/5
બીએસપીના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, માયાવતીએ પોતાના સહયોગી અને પાર્ટીના રાજ્યસભાના સાંસદ અશોક સિદ્ધાર્થને કર્ણાટકના પરિણામ બાદ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદને મળવાનું કહ્યું હતું. ગુલામ નબી આઝાદ હાલ કર્ણાટકના ઈન્ચાર્જ છે. ત્યાર બાદ આઝાદે સોનિયા ગાંધી સાથે વાતચીત કરી સંભવિત ગઠબંધન વિષે ચર્ચા કરી હતી.
4/5
માયાવતીએ કિંગમેકરની ભૂમિકા નિભાવતા કોંગ્રેસના વરિષ્ઠ અને યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને ફોન કર્યો હતો. તેવી જ રીતે માયાવતીએ જેડીએસ પ્રમુખ દેવગૌડાને પણ ફોન કર્યો હતો. માયાવતીએ સોનિયા ગાંધી અને દેવગૌડાને એકસાથે આવા અને સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજુ કરવાની સલાહ આપી હતી જેથી કરીને ભાજપને સત્તાથી દુર રાખી શકાય આવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
5/5
બેંગલોર: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોઈ પણ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતિ ન મળતાં એકલા હાથે સરકાર બનાવવી મુશ્કેલ છે. ભાજપ રાજ્યમાં સરકાર બનાવશે તે ચિત્ર સ્પષ્ટ હતું પરંતુ છેલ્લી ઘડીએ કોંગ્રેસે બાજી પલટી નાખી હતી. આ સ્થિતિ ઉભી કરવામાં બહુજન સમાજ પાર્ટી (બસપા) સુપ્રીમો માયાવતીનું દિમાગ કામ કરી ગયું છે તેવું કહેવામાં આવી રહ્યું છે જે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયું છે.