બસપા મુજબ, બસપા સુપ્રીમો માયાવતી વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી લડી શકે છે. ઉત્તર પ્રદેશમાં બિજનૌર અથવા અંબેડકરનગર બેઠકમાંથી કોઈ એક લોકસભા બેઠક તેમની હોઈ શકે છે. બસપા ઈચ્છે છે કે માયાવતી 2019ની ચૂંટણીમાં દેશભરમાં દલિતોના નેતા બનીને ઉભરે અને પીએમની રેસમાં સામેલ થાય. બીએસપીનો દાવો છે કે, કર્ણાટક ચૂંટણી બાદ માયાવતી દમદાર નેતા તરીકે બહાર આવ્યા છે.
2/3
માયાવતીએ જય પ્રકાશના આ નિવેદન પર પ્રેસ કૉંન્ફ્રેંસ કરતા બસપાના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓેને આ પ્રકારના નિવેદનો ન કરવા માટે ચેતાવણી આપી છે. માયાવતીએ કહ્યું, બસપામાં આ પ્રકારના નિવેદનો આપવા બીએસપીના કલ્ચર વિરૂદ્ધ છે. માયાવતીએ કહ્યું જય પ્રકાશના નિવેદન પર પાર્ટીનું કોઈ લેવા દેવા નથી. આ તેમનો અંગત વિચાર છે. માયાવતીએ કહ્યું જય પ્રકાશના નિવેદનની ગંભીરતાને ઘ્યાનમાં રાખી બસપાએ તેને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદ પરથી તત્કાલ હટાવ્યા છે.
3/3
નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપવું બસપા નેતા જય પ્રકાશને ભારે પડ્યું છે. બસપા સુપ્રીમો માયાવતીએ જય પ્રકાશને પાર્ટીના તમામ પદો પરથી હટાવી દીધા છે. જય પ્રકાશ BSPના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પાર્ટીના રાષ્ટ્રીય કો-ઓર્ડિનેટરના પદ પર હતા. તેમણે રાહુલ ગાંધીને નિષ્ફળ નેતા અને સોનિયા ગાંધીને વિદેશી મૂળના કહ્યા હતા. બસપાના નેતાએ કહ્યું હતું કે રાહુલ ગાંધી ક્યારેય પણ વડાપ્રધાન નહીં બને શકે કેમકે તે પોતાના પિતા રાજીવ ગાંધીથી વધારે તો વિદેશી મૂળની પોતાની માતા સોનિયા જેવો દેખાય છે. બસપા નેતાએ તમામ હોદ્દાઓ પરથી તત્કાલ સસ્પેન્ડ કરી માયાવતીએ કૉંગ્રેસ સાથે સારા સંબંધોના સંકેત આપ્યા છે.