નવી દિલ્હીઃ #MeTooની આગ હવે બોલિવૂડથી બહાર નીકળી ને રાજનીતિ સુધી પહોંચી ગઈ છે. સોનલ કેલોગ નામની મહિલા પત્રકારે ગંભીર આરોપ લગવ્યા છે. તેણે યૂપીએ-1 સરકારમાં રહેલ એક કદ્દાવર મંત્રી વિરૂદ્ધ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે.
2/5
જોકે મહિલા પત્રકારે મંત્રીના નામનો ખુલાસો કર્યો નથી. જોકે ઈશારામાં મહિલાએ કહ્યું કે, મંત્રીએ ઇંગ્લેન્ડમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો છે. ઉપરાંત તે સેન્ટ સ્ટીફન્સ કોલેજના વિદ્યાર્થી રહ્યા છે.
3/5
2006માં દિલ્હીમાં કેન્દ્રી મંત્રીને કવર કરવા દરમિયાન કેલોગને ખરાબ અનુભવનો સામનો કરવો પડ્યો મહિલા પત્રકાર અનુસાર કેન્દ્રીય મંત્રી હંમેશા તેને કિસ કરીને અભિવાદન કરતા હતા. દક્ષિણ ભારતથી સંબંધ ધરાવતી મહિલા પત્રકારને શરૂઆતમાં લાગ્યું કે આ દિલ્હીની સંસ્કૃતિ હશે. મૂળ ગજરાતની રહેવાસી કેલોગને ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિનો સામનો ક્યારેય કરવો પડ્યો ન હતો.
4/5
કેલોગે આગળ જણાવ્યું કે, વર્ષ 2014માં જ્યારે તે મંત્રીના સરકારી બંગાલ પર બેઠી હતી. ત્યારે મંત્રીએ વોશરૂમ જતા સમયે પોતાના હાથ આગળ વધાર્યા અને કેલોગના બ્રેસ્ટ દબાવી દીધો. કેલોગ ત્યારે ચોંકી ગઈ હતી. કેન્દ્રી મંત્રીના પ્રભાવને કારણે તે ચુપ રહી હતી.
5/5
જોકે ઘટના બાદ તરત જ કેલોગે મંત્રીને મૌખિક રીતે ચેતવણી આપી હતી. તેના પર મંત્રીએ તેની વાત પર કંઈ ધ્યાન આપ્યું ન હતું. #MeToo અભિયાનથી પ્રભાવિત થઈને કેલોગે હવે આ કહાની લોકો સાથે શેર કરી છે.