એટલું જ નહીં સલમાન નસરીનના પિતાને સાથે તેની ઓફિસ પણ ગયો જેથી તે નસરીન ક્યાં છે તે શોધી શકે. જ્યારે ત્યાંતી પણ નસરીન વિશે કંઈ જાણકારી ન મળી તો બન્ને આઝાદ મેદાન પોલીસ સ્ટેશન જઈને નસરીનની ગુમ થવાની ફરિયાદ નોંધાવી.
2/4
પોલીસના જણાવ્યાનુસાર, કુર્લા વિસ્તારમાં રહેતી નસરીન આઝાદ મેદાનમાં આવેલ ચાય પર ચર્ચા નામના એક કાફેમાં નોકરી કરતી હતી. મંગળવારે સાંજે જ્યારે તે ઘરે સમયસર ન પહોંચી તો તેના પરિવારને ચીંતા થઈ. તેમણે જ્યારે નસરીન વિશે તેની સાથે કામ કરી રહેલ સલમાન શેખને પૂછ્યું તો તેણે પણ નસરીન વિશે કોઈ ખબર ન હોવાની વાત કહી.
3/4
થોડા સમય પછી પોલીસે આઝાદ મેદાનમાં યુવતીની લોહીથી લથબથ લાશ મળી હોવાના અહેવાલ મળ્યા. જ્યારે પોલીસે તપાસ કરી તો લાશ નસરીન હોવાનું બહાર આવ્યું. ત્યારે બાદ પોલીસ તપાસ કરતાં હત્યા સલમાન કરી હોવાનું બહાર આવ્યું અને તેની ધરપકડ કરી. સલમાને નસરીનના અન્ય યુવક સાથે સંબંધ હોવાની શંકામાં હત્યા કરી હોવાનું સ્વીકાર્યું હતું. સલમાન એક સંતાનનો પિતા છે અને તે છેલ્લા ત્રણ મહિનાથી નસરીનને ઓળખતો હતો. હાલમાં પોલીસ આ મામલે આગળની કાર્રવાઈ કરી રહી છે.
4/4
મુંબઈઃ ચર્ચગેટના ઓવલ મેદાનમાં એક 20 વર્ષીય યુવતીની લાશ મળી છે. યુવતીનું નામ નસરીન શેખ હતું. આ મામલે પોલીસે યુવતીની સાથે કામ કરી રહેલ સલમાન શેખની ધરપકડ કરી છે. કહેવાય છે કે, સલમાને નસરીનના અન્ય યુવક સાથે સંબંધ હોવાની શંકામાં હત્યા કરી છે.