સામન્ય રીતે બીએમસીના એક પબ્લિક ટોઈલેટના નિર્માણ પર 25થી 30 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. પરંતુ નગર નિગમે આ ટોઈલેટ માટે બિલ્ડિંગ મટીરિયલ અને ડિઝાઈન વર્ક ફ્રીમાં મળ્યા છે.
2/5
આ ટોઈલેટમાંથી બહાર નીકળતા મળ વગેરેને સીવેજ ટેન્કમાં ભરીને બીએમસીના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોકલવામાં આવશે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર આ ટોઈલેટના મેન્ટેનન્સ પર બીએમસીને દર મહિને અંદાજે 1 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.
3/5
સૈમાટેકના સહ સંસ્થાપક આકાશ ગુપ્તાએ હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું કે, અનેક કંપનીઓ અને કન્સલટન્ટે આ પ્રોજેક્ટ માટે મટીરિયલ અને પોતાની નિષ્ણાંત સેવાઓનો લાભ આપ્યો છે. આ ટોઈલેટની ડિઝાઈનિંગ ડેકો આર્કિટેક્ચરે કરી છે અને તેનું નિર્માણ વેધરિંગ સ્ટીરથી કરવામાં આવ્યું છે. ટોઈલેટની છત પર સોલર પેનલ લગાવવામાં આવી છે જેનાથી ટોઈલેટની વીજળીની જરૂરત પૂરી થઈ જશે.
4/5
બીએમસીએ મંગળવારે જાહેર જનતા માટે ખુલ્લું મુક્યું છે. આ ટોઈલેટનું નિર્માણ જિંદલ ગ્રુપ અને સૈમાટેક દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત કરવામાં આવ્યું છે. નગર નિગમ પ્રથમ બે મહિના સુધી ફ્રીમાં ઉપયોગ કરવા દેશે બાદમાં ચાર્જ વસૂલવામાં આવશે.
5/5
મુંબઈઃ મુંબઈ શહેરનું સૌથી મોંઘા પબ્લિક ટોઈલેટ મરીન ડ્રાઈવ પર બનાવવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર ડિઝાઈનમાં બનાવવામાં આવેલ આ ટોઈલેટના નિર્માણ પાછળ 90 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.