તસ્લીમા અને સુરેશ પુરોહિતનાં આ લગ્ન સમગ્ર ફલોદી શહેરમાં તો ચર્ચાનો વિષય બન્યાં જ છે પણ બીજે બધે પણ તેની ચર્ચા છે. આ પ્રેમી યુગલનાં લગ્નના સમાચાર જાણ્યા પછી દૂર દૂરથી લોકો તેમને જોવા આવે છે અને તેમના ઘરે ભીડ જામે છે. સુરેશના પરિવારે તસ્લીમાને બહુ સહજતાથી સ્વીકારી લીધી છે.
2/5
તસ્લીમાએ એમ પણ જણાવ્યું કે, બીજી તરફ મુસ્લિમ સમાજમાં છોકરીની મરજી પૂછ્યા વિના જ તેનાં નિકાહ કરી દેવાય છે. આ સમાજમાં પુરૂષો 12-12 વાર પરણે છે ને 12-13 લગ્નની મંજૂરી આપતા સમાજથી હિન્દુ સમાજ બહેતર છે કેમ કે હિન્દુ સમાજ મહિલાઓને સંપૂર્ણ સુરક્ષા આપે છે.
3/5
તસ્લીમાએ લગ્ન પછી જણાવ્યું કે, હિન્દુ ધર્મ તેને બાળપણથી પસંદ છે કેમ કે આ ધર્મ સુરક્ષિત તથા મહિલાઓનું સન્માન કરતો ધર્મ છે. આ ધર્મમાં પુરૂષ પોતાની પત્નિ સિવાયની બીજી મહિલાઓને આખી જીંદગી બહેન-દીકરી તરીકે જ જુએ છે. આ ધર્મમાં મહિલાઓને સ્વતંત્રતા છે અને તેમના અભિપ્રાયનું સન્માન થાય છે.
4/5
આ ઘટના રાજસ્થાનના જોધપુરથી લગભગ 150 કિલોમીટર દૂર આવેલા ફલોદી નામના શહેરની છે. આ શહેરમાં રહેતી તસ્લીમા નામની મુસ્લિમ યુવતીએ સુરેશ પુરોહિત નામના બ્રાહ્મણ છોકરા સાથે લગ્ન કરી લીધાં. તશ્લીમા ઉચ્ચ શિક્ષિત છે અને તેના પરિવારને મનાવીને તેણે હિન્દુ યુવક સાથે મંદિરમાં હિન્દુ વિધીથી લગ્ન કરી લીધાં.
5/5
જોધપુરઃ મુસ્લિમ સમાજનો ટ્રિપલ તલાકનો કાયદો મુસ્લિમ મહિલાઓ માટે અન્યાયકર્તા છે તેથી મુસ્લિમ મહિલાઓ તેની સામે બાંયો ચડાવી રહી છે ત્યારે રાજસ્થાનની એક યુવતીએ ટ્રિપલ તલાકના દૂષણના કારણે બહુ ચોંકાવનારો નિર્ણય લીધો. તેણે કોઈ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવાના બદલે એક હિન્દુ યુવક સાથે લગ્ન કર્યાં છે.