ગડકરીએ નાગપુરમાં એક સ્વયં સેવી મહિલા સંગઠનના કાર્યક્રમને સંબોધ્યુ હતું. અહીં ગડકરીએ કહ્યું કે, ઇન્દિરા ગાંધીએ ક્યારેય અનામતનો આશરો નથી લીધો. તેમને કહ્યું મહિલાઓને અનામત મળવું જોઇએ પણ તેનો હું વિરોધ નહીં કરું.
2/5
3/5
ગડકરીએ કહ્યું કે તે મહિલા આરક્ષણના વિરોધમાં નથી પરંતું મારુ માનવું છે કે જાતિ અને ધર્મના આધારે રાજનીતિ કરવી ખોટી છે. વ્યક્તિ પોતાના જ્ઞાનના આધારે વધારે સારુ કાર્ય કરે છે નહી કે પોતાની જાતિ, ધર્મ કે ક્ષેત્રના આધારે. ક્યા કોઈએ પુછ્યું કે સાઈ બાબા, ગજાનન મહારાજ અને સંત તુકડોજી મહારાજનો ધર્મ ક્યો હતો? શું છત્રપતિ શિવાજી મહારાજ, ડૉ. આંબેડકર અને જ્યોતિબા ફુલેની કોઈએ જાતિ પુછી?
4/5
નાગપુરઃ ભાજના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી ફરી એકવાર પાર્ટીના વિચારોથી અલગ નિવેદન આપ્યુ છે, ગડકરીએ અનામત મુદ્દે પોતાની જ મોદી સરકારની અડકતરી રીતે ટીકા કરી હતી અને સીધી રીતે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પ્રસંશા કરી હતી.
5/5
પ્રસંશા કરતાં કહ્યું કે, ઇન્દિરા ગાંધીએ પોતાની તાકાતના જોરે તે સમયે સત્તા મેળવી હતી, તે સમયે ઇન્દિરાએ કેટલાય મર્દ નેતાઓ કરતાં સારુ કામ કર્યુ હતું. ગડકરીએ કહ્યું કે તે મહિલાઓના આરક્ષણના વિરોધમાં નથી પરંતુ હું જાતી અને ધર્મ આધારિત રાજનીતિના વિરોધમાં છું.