Ahmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડ
Ahmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડ
નિકોલના સિંગરવા પાસે ભુવાલડી ગામમાં અંજાપા ભરી શાંતિનો હાલ મામલો છે. ગઈ કાલે ભુલાવડી ગામમાં જમીનના કબ્જા બાબતે હથિયારો સાથે મારામારી થઈ હતી. વિવાદિત જગ્યા પર 10 કાર તૂટેલી ફૂટેલી હાલતમાં મળી આવી હતી. 1 મોટર સાયકલ, 3 મોપેડ અને જેસીબીને પણ નુકશાન કરાયું છે. ટ્રેક્ટર કાર પર ચડાવી દેવાનો પ્રયાસ કરાયો છે. ટ્રેક્ટર વડે કારને નુકસાન કરાયું છે. આ સમગ્ર ઘટનાના લાઈવ વીડિયો પણ સામે આવ્યા છે.
ગામની ગૌશાળા ટ્રસ્ટની જમીન અને ફરિયાદી ધીરુભાઈ પટેલ વચ્ચે લાંબા સમયથી જમીન મામલે રેવન્યુ તકરાર ચાલતી હતી. 17 ઓગષ્ટના રોજ દસક્રોઈ મામલતદાર દ્વારા જમીનનો ઓર્ડર ફરિયાદી ધીરુભાઇ પટેલની તરફેણમાં કરાયો હતો. જેઓ ઘટના સ્થળે પહોચતા ગામના કેટલાક યુવાનોએ ગાડીઓમાં તોડફોડ કરી હતી. હાલમાં ભુવાલડી ખાતે અનિચ્છીનિય ઘટના ન બને તે માટે ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેને પગલે અત્યાર અંજપાભરી શાંતિ જોવા મળી રહી છે.