શોધખોળ કરો
આજથી જૂની નોટ બદલાવી નહીં શકાય, જરૂરી સેવા માટે 15 સુધી જૂની 500ની નોટ ચાલશે
1/4

કેન્દ્ર અને રાજ્ય સરકારોની સ્કુલો, મ્યુનિસિપાલિટી, સ્થાનિક એકમોની સ્કુલોમાં પ્રતિ વિદ્યાર્થી ૨૦૦૦ રૂપિયા સુધીની ફી જૂની નોટ મારફતે જમા કરાવી શકાશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની કોલેજોની ફી અદા કરવામાં પણ આમાં ઉપયોગ કરી શકાશે. ૫૦૦ રૂપિયા સુધી માટે પ્રિપેઈડ મોબાઈલ ટોપ અપમાં પણ તેનો ઉપયોગ થઈ શકશે.
2/4

ત્રીજી ડિસેમ્બરથી લઈને ૧૫મી ડિસેમ્બર સુધી ૫૦૦ રૂપિયાની આ જૂની નોટો મારફતે ટોલ ટેક્સ પણ આપી શકાશે. ત્રીજી ડિસેમ્બરથી એટલા માટે છે કે સરકારે બે ડિસેમ્બર સુધી જ ટોલ ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. વિદેશી નાગરિકો દર સપ્તાહમાં પાંચ હજા રૂપિયા સુધીની વિદેશી કરન્સી બદલાવી શકશે. જ્યારે પણ આવું કરાવશે ત્યારે તેમના પાસપોર્ટ ઉપર આ સંદર્ભમાં એન્ટ્રી કરવામાં આવશે.
Published at : 25 Nov 2016 07:21 AM (IST)
View More




















