કોર્ટે કહ્યું કે, કેરળની ઇવી દીપા ઓબીસીમાંથી આવે છે અને તેણે સારા ગુણ મેળવ્યા છે પરંતુ તેણે ઓબીસીમાં મળવી ઉંમરની મર્યાદાની છૂટનો પણ લાભ મેળવ્યો છે. આ કારણે હાઇ રેન્કિંગ મેળવ્યા છતાં તેને ઓપન કેટેગરીમાં નોકરી મળી શકે નહીં.
2/7
નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટમાં અનામત વર્ગમાં નોકરી મેળવવાના દાવા મામલે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. જસ્ટિસ આર.ભાનુમતિ અને અજય ખાનવિલકરની બેન્ચે કહ્યું હતું કે, અનામત વર્ગના ઉમેદવારને અનામત વર્ગમાં જ નોકરી મળી શકે છે પછી ભલે તેણે સામાન્ય વર્ગના ઉમેદવારથી વધુ ગુણ મેળવ્યા હોય. કોર્ટે કેરળની ઇવી દીપાએ કરેલી અરજી પર આ નિર્ણય સંભળાવ્યો હતો.
3/7
જયાં સુધી જનરલ કેટેગરીનો સવાલ હતો તેમાં ન્યુનતમ કટ ઓફ માર્ક ૭૦ હતા પરંતુ કોઇપણ ઉમેદવાર તે મેળવવામાં સફળ રહ્યો નહોતો. દિપાએ આ શ્રેણીમાં પસંદગી માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી પરંતુ તે ફગાવાતા સુપ્રિમ કોર્ટ પહોંચી હતી.
4/7
કોર્ટે આ ચુકાદો ધીવરા સમુદાયમાંથી આવતી ઇવી દિપાના કેસમાં સંભળાવ્યો હતો. જેમાં દીપાએ વાણીજય મંત્રાલય હેઠળ આવતા લેબોરેટરી આસિસ્ટન્ટ ગ્રેડ-ર માટે ઓબીસી શ્રેણીમાં અરજી કરી હતી. દીપાએ પરીક્ષામાં ૮ર માર્ક મળ્યા હતા. ઓબીસી શ્રેણીમાં તેને લઇને ૧૧ લોકોને ઇન્ટરવ્યુ માટે બોલાવાયા હતા પરંતુ આ વર્ગમાં ૯૩ માર્ક મેળવનાર સેરેના જોસેફને લેવાયા હતા.
5/7
એ જ રીતે જયારે એસસી/એસટી અને ઓબીસી ઉમેદવારો માટે છૂટના માપદંડ જેમ કે ઉંમરની સીમા, અનુભવ, શૈક્ષણિક યોગ્યતા, લેખિત પરીક્ષા માટે વધુ તક આપવામાં આવી હોય તો તેમને આરક્ષિત જગ્યા માટે વિચારીત કરવામાં આવશે. તે સિવાય કોર્ટે કહ્યું કે, જો ઉમેદવારે અનામત શ્રેણીમાં મળતા લાભ લીધા ના હોય તો તેને સામાન્ય કેટગરીમાં નોકરી મળી શકે છે.
6/7
ફરિયાદીએ કોર્ટ પાસે માંગણી કરી હતી કે તેને સામાન્ય વર્ગમાં નોકરી આપવામાં આવે કારણ કે તેને લેખિત પરીક્ષામાં સામાન્ય વર્ગના ઉમેદવારથી વધુ અંક મેળવ્યા હતા. કોર્ટે કહ્યુ હતુ કે ડીઓપીટીની ૧લી જુલાઇ ૧૯૯૯ની કાર્યવાહીના નિયમ તથા ઓએમમાં સ્પષ્ટ છે. એસસી/એસટી અને ઓબીસીના ઉમેદવારને, જે પોતાની મેરીટના આધાર પર પસંદગી થઇને આવ્યા છે, તેમને આરક્ષિત વર્ગમાં સમાયોજીત નહી કરાય.
7/7
કોર્ટે કહ્યુ છે કે આરક્ષિત વર્ગના ઉમેદવારને આરક્ષિત વર્ગમાં જ નોકરી મળશે પછી ભલે તેણે સામાન્ય વર્ગના ઉમેદવારથી વધુ અંક કેમ પ્રાપ્ત કર્યા ન હોય. કોર્ટે કહ્યું કે, એક વખત અનામત વર્ગમાં અરજી કરી તેમા છૂટ અને અન્ય રાહત લીધા બાદ ઉમેદવાર આરક્ષિત વર્ગ માટે જ નોકરીનો હક્કદાર રહેશે તેને સામાન્ય વર્ગમાં નોકરી આપી શકાય નહી.