આસરા હોમની માલકિન મનીષ દયાલની ધરપકડ કરવામાં આવી છે. મનીષા પટનાની હાઈપ્રોફાઈલ સોસાયટીમાં ખૂબ જાણીતી છે. મનીષા એનજીઓ ચલાવે છે અને એક મેગેજિનની પણ માલિક છે.
2/6
મનીષાએ પોતાના ફેસબૂક પેઈજ પર ઘણી પાર્ટીના મોટા નેતાઓ સાથે તસવીરો શેર કરી છે. જેમાં જેડીયૂના શ્યામ રજક, આરજેડીના પૂર્વ મંત્રી શિવચન્દ્ર રામ, આરજેડી પ્રવક્તા મૃત્યુંજય તિવારી, કેંદ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહા સાથે બિહારની ઘણી મોટી હસ્તીઓ પણ સામેલ છે. મનીષા દયાલને બે બાળકો છે.
3/6
આ મામલે વધુ એક ચોંકવનારો ખુલાસો થયો છે જેમાં 10 ઓગસ્ટના 4 છોકરીઓએ ભાગવાની કોશિશ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે જે દિવસે છોકરીઓને ભગાવવામાં આવી ત્યારે બે છોકરીઓના મોત થયા હતા. આસરા હોમની છોકરીઓને ભગાડવાની ઘટના પર આરોપી બનારસીની ધરપકડ કરવામાં આવી છે. બનારસીની અગાસી પરથી આસરા હોમની બિલ્ડીંગ એકદમ નજીક છે.
4/6
બિહારમાં નિરાધાર છોકરીઓને આશરો આપવા માટે બનેલી બાલિકા ગૃહમાં દરરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. પહેલા મુજફ્ફરપુર બાલિકા ગૃહની 34 છોકરીઓ સાથે રેપની ઘટના સામે આવી હવે પટનાના આસરા હોમમાં બે છોકરીના સંદિગ્ધ મોતના કારણે સવાલો ઉભા થયા છે.
5/6
મનીષાએ પોતાની ફેસબૂક પ્રોફાઈલમાં ઉલ્લેખ કર્યો છે તેમાં તેના 2010થી ઘણા એનજીઓના મેમ્બર હોવાનો દાવો છે. પ્રોફાઈલમાં મનીષા દયાલે અનુમાયા હ્યૂમન રિસોર્સ ફાઉન્ડેશન, આત્મા ફાઉન્ડેશન, ભામા શાહ ફાઉન્ડેશન, સ્પર્શ ડીએડિક્શ રિસર્ચ સોસાયટી અને નવ આતિત્વ ફાઉન્ડેશન જેવા એનજીઓ સાથે જોડાયેલી હોવાનો ઉલ્લેખ કર્યો છે.
6/6
પટના: પટનાના આસરા હોમમાં બે સંદિગ્ધ મોત બાદ તેની હાઈ પ્રોફાઈલ માલકિન મનીષા દયાલની ધરપકડ કરવામાં આવી છે. મનીષા બિહારનો ખૂબ ચર્ચિત ચહેરો છે. મનીષા દયાલ બિહારમાં ઈવેન્ટ મેનેજમેન્ટથી લઈને સમાજસેવા સાથે જોડાયેલી સંસ્થામાં સક્રીય રહેતી હતી. મનીષા બિહારના મશહૂર ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટરની નજીકની અને મહાગઠબંધન સમયે મંત્રી રહેલા રાષ્ટ્રીય જનતા દળના એક મોટા નેતાના સસરા પક્ષ સાથે સંબંધ ધરાવે છે.