પીએમએ કર્ણાટકની ચૂંટણી રેલી દરમિયાન કોંગ્રેસને PPP પાર્ટી બતાવી હતી. મોદીએ કહ્યું હતું કે, 15 મેએ કર્ણાટકનું રિઝલ્ટ આવશે અને ત્યારબાદ કોંગ્રેસ PPP માં સમેટાઇ જશે. PPP ની પરિભાષા બતાવતા મોદીએ કહ્યું હતું કે, હવે કોંગ્રેસ પોંડીચેરી, પંજાબ અને પરિવારમાં જ સમેટાઇને રહી જશે, અને આ તેમના અત્યાર સુધીના કરેલા કર્મોનું સબુત હશે.
2/5
3/5
કર્ણાટકમાં હાર એકરીતે કોંગ્રેસ માટે મોટો ઝટકો છે. રાહુલ ગાંધી માટે કર્ણાટકમાં પાર્ટીની જીત ખુબ જરૂરી હતી. પણ તેમના ખાતમાં વધુ એક હાર જોડાઇ ગઇ છે. આ પહેલા રાહુલને અધ્યક્ષ બનાવ્યા બાદ કોંગ્રેસની ગુજરાત અને ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં હાર થઇ હતી.
4/5
ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને લઇને PPP ની થિયરી બતાવી હતી, કર્ણાટક ચૂંટણી પરિણામ બાદ પીએમ મોદી દ્વારા કોંગ્રેસ માટે વાપરેલી PPP ની પરિભાષા યોગ્ય સાબિત થઇ છે. કેમકે હવે કોંગ્રેસના હાથમાંથી કર્ણાટક નીકળી ગયું છે.
5/5
નવી દિલ્હીઃ કર્ણાટકમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે, આ હારમા પીએમ મોદીનો ફાળો મહત્વનો છે, મોદીએ અનેક રેલીઓમાં કોંગ્રેસને જબરદસ્ત નિશાને લીધી અને બીજેપીને જીતની સ્ટ્રેટેજીથી આગળ વધવાનો મંત્ર આપ્યો હતો. મોદીએ કોંગ્રેસને PPP પાર્ટી તરીકે પણ સંબોધી હતી.