શોધખોળ કરો
રાષ્ટ્રપતિ કોવિંદના ભાષણમાં છે મોદી સરકારના 4 વર્ષના કામકાજનું રિપોર્ટ કાર્ડ
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 29 Jan 2018 04:06 PM (IST)
1/8

ભારત નેટ પરિયોજના અંતર્ગત દેશની અઢી લાખ ગ્રામ પંચાયતોના બ્રોડબેન્ડ કેનેક્ટિવિટી માટે જોડવાનું કામ કરવામાં આવી રહી છે. પહેલાં તબક્કામાં એક લાખથી વધારે પંચાયતોને જોડવામાં આવી છે.
2/8

કેન્દ્રની મોદી સરકાર માટે આ ચોથુ પૂર્ણ બજેટ છે. જીએસટી લાગુ થયા પછી આ પહેલુ બજેટ છે. અહીં 2019માં લોકસભા ચૂંટણીથી પહેલાં છેલ્લુ પૂર્ણ બજેટ છે. તેથી આ બજેટ ખૂબ મહત્વનું માનવામાં આવે છે. બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થશે.
3/8

વૃદ્ધોની સામાજિક સુરક્ષા માટે મારી સરકાર વચન બદ્ધ છે. અટલ પેન્શન યોજના અંતર્ગત 80 લાખ વરિષ્ઠ નાગરિકોને તેનો ફાયદો થયો છે. સરકારે ગરીબો પ્રતિ મહિના અને 90 પૈસા પ્રતિદિનના પ્રીમિયમ પર, વીમા યોજના સુલભ કરાવી છે. અત્યાર સુધી 18 કરોડથી વધારે ગરીબ વડાપ્રધાન સુરક્ષા વીમા યોજના અને વડાપ્રધાન જીવન જ્યોતિ વીમા યોજના સાથે જોડાઈ ચૂક્યા છે.
4/8

જે ઉદ્યોગ અથવા કંપનીઓ નવી રોજગારીનું સર્જન કરી રહી છે તેમને પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના અંતર્ગત આર્થિક મદદ આપવામાં આવી રહી છે. 20 લાખથી વધારે લાભાર્થીઓ તેનો લાભ લઈ ચૂક્યા છે. 'સીખો અને કમાઓ', 'ઉસ્તાદ', 'ગરીબ-નવાઝ કૌશલ વિકાસ યોજના', 'નવી રોશની' વગેરે કાર્યક્રમો દ્વારા મુસ્લિમ, ઈસાલઈ, સિખ, બૌદ્ધ, પારસી અને જૈન સમાજના યુવાઓને રોજગારની તક આપવામાં આવી છે.
5/8

રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારનું લક્ષ્ય સૌનો સાથ, સૌનો વિકાસ છે. તે માટે જ તમામ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ એ કહ્યું કે, દરેકના માથે છત હોય અને તેમને પાણી, વીજળી, શૌચાલય જેવી પાયાની સુવિધાઓ મળી શકે આવા સંવેદનશીલ વિચાર સાથે મારી સરકાર દેશના દરેક ગરીબ પરિવારને વર્ષ 2022 સુધીમાં ઘર મળી શકે તે દિશામાં કામ કરી રહી છે.
6/8

સરકાર વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના તમામ પ્રયત્નો કરી રહી છે. ખેડૂતોને ટેકાના ભાવ વધારે મળે તે માટે કૃષિ મંડળીઓને ઓનલાઈન જોડવામાં આવી છે. eNAM પર અત્યાર સુધી 36000 કરોડ કરતાં વધારે કૃષિ વસ્તુઓનો વેપાર કરી લેવામાં આવ્યો છે.
7/8

સરકારના ત્રિપલ તલાકના સંબંધમાં એક બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. હું આશા રાખુ છું કે તે જલદી કાયદાકીય સ્વરૂપમાં આવી જાય. ત્રિપલ તલાકપર કાયદો બન્યા પછી મુસ્લિમ બહેન-દીકરીઓ આત્મસન્માન સાથે ભયમુક્ત જીવન જીવી શકશે.
8/8

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે બજેટ સત્રના પ્રથમ દિવસે પોતાના અભિભાષણમાં દરેક પક્ષોને આહ્વાન કર્યું કે રાષ્ટ્રનિર્માણ એક અનવરત પ્રક્રિયા છે, જેમાં દેશના દરેક વ્યક્તિને પોતપોતાની ભૂમિકા હોય છે તો બધા આમા સહયોગ કરો. ‘‘આપણા બધાની ફરજ છે કે દેશની સામે અનુકરણીય આચરણ પ્રસ્તુત કરવું, રાષ્ટ્ર નિર્માણ સાથે જોડાયેલા લક્ષ્ય સમય પર પુરા થાય, આ ફરજ આપણા બધાની છે.''
Published at : 29 Jan 2018 04:06 PM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
ગાંધીનગર
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
દેશ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
દુનિયા
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
ધર્મ-જ્યોતિષ
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
ટ્રેન્ડિંગ સમાચાર






















