નવી દિલ્હી: લોકસભાની 2014ની ચૂંટણીમાં જોરશોરથી નરેન્દ્ર મોદી અને ભાજપનો પ્રચાર કરનારા યોગગુરુ રામદેવે ગુલાંટ લગાવીને મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. બા રામદેવે એલાન પણ કર્યું છે કે, લોકસભાની આગામી ચૂંટણીમાં પોતે નરેન્દ્ર મોદી અને ભાજપનો પ્રચાર નહીં કરે.
2/4
તેમણે કહ્યું કેસ આજના માહોલને જોતાં લાગે છે કે બધું ઠીક નથી. નફરતની આગ તરત ખતમ કરવી જોઈએ. એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં બાબાએ કહ્યું કે ઘણા લોકો મોદી સરકારની નીતિનાં વખાણ કરે છે પરંતુ હવે કેટલાક લોકો સુધારાની જરૂરિયાત અનુભવી રહ્યા છે.
3/4
તેમણે કહ્યું કે, એક રીતે દેશના લોકો સંતુષ્ટ છે કે આ સરકાર ભારત અને ભારતીયતાની વિરોધી નથી પણ મોંઘવારી ભાજપને નડી શકે છે. અન્ય ક્ષેત્રોમાં મોદી સારું કામ કરી રહ્યા છે પણ મોંધવારીમાં સારૂં કામ થયું નતી એમ તેમણે કહ્યું. તેમણે કહ્યું કે, પોતે 2019માં ભાજપ માટે પ્રચાર નહીં કરે.
4/4
રામદેવ ભાજપથી નારાજ છે તેનું કારણ વધતી જતી મોંઘવારી છે. રામદેવે રવિવારે મોંઘવારી અંગે મોદી સરકારને ચેતવણી પણ આપી. તેમણે કહ્યું કે જો વધતી કિંમતોને કાબૂમાં નહીં લેવાય તો આ આગ મોદી સરકારને બહુ મોંઘી પડશે. તેમણે કહ્યું કે આર્થિક અરાજકતાની સાથે દેશમાં રાજકીય અરાજકતાનો માહોલ છે.