કોંગ્રેસના આંતરિક સૂત્રોનું કહેવું છે કે, પ્રિયાને એઆઈસીસીમાંથી હટાવવાનું સૌથી મોટું કારણ છે તેમની રાજકીય નિષ્ક્રિયતા. 2014ની ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસે નેતૃત્વએ તેમને એઆઈસીસીમાં સચિવ અને મીડિયા પ્રભારી બનાવ્યા હતાં, પરંતુ પ્રિયા પોતાની આ જવાબદારીને ન્યાય આપી ના શક્યા. કોંગ્રેસના એક નેતાનું કહેવું છે કે, તે ગત મહિને પાર્ટી દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધ દરમિયાન પણ મુંબઈની બહાર હતી.
2/3
બીજી બાજુ પ્રિયા દત્તને અચાનક પદેથી હટાવી દેવામાં આવતા તેમના સમર્થકોમાં ભારે નિરાશા છે. ચર્ચા તો એવી પણ ચાલી રહી છે કે કોંગ્રેસથી નારાજ પ્રિયા દત્ત ભાજપમાં જોડાઈ શકે છે. જોકે પ્રિયાએ ગઈ કાલે પોતાના સમર્થકોને શાંત રાખવાનો પ્રયાસ કર્યો અને પોતાને પદ પરથી હટાવવાની વાતને પણ હળવાશથી લીધી. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, જો કોઈ એક જ વ્યક્તિ હંમેશા પદ પર બની રહેશે તો પછી બીજા ઉમેદવારો ક્યાં જશે. આ વાતને લઈને નિરાશ થવાનું કોઈ કારણ નથી. નવા લોકોને તક મળવી જોઈએ.
3/3
નવી દિલ્હીઃ કોંગ્રેસે પૂર્વ સાંસદ પ્રિયા દત્તને રાષ્ટ્રિય સચિવના પદથી હટાવ્યા છે. તેમના સ્થાને હવે મુંબઈ ઉત્તર-મધ્ય બેઠક પરથી પાર્ટીની સ્ટાર ચૂંટણી પ્રચારક નગમાને 2019ની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બની શકે છે. બીજી બાજુ પ્રિયાએ કહ્યું કે, તેમાં કોઈ પરેશાનીની વાત નથી અને નવા લોકોને તક મળવી જોઈએ.