શોધખોળ કરો
પ્રિયંકાની પોલિટિક્સમાં ગ્રાન્ડ એન્ટ્રી, લખનઉમાં 15 કિ.મી. લાંબો રોડ શો, હજારો ઉમટ્યા
1/5

2/5

3/5

લખનઉમાં હાલ પ્રિયંકાનો રોડ શો ચાલું છે. ચાર કલાકમાં આ રોડ શો 14 કિ.મી.નું અંતર કાપશે. પ્રિયંકા આજથી ચાર દિવસની લખનઉની મુલાકાતે છે. પ્રિયંકાના એરપોર્ટ પર ઉતરતાંની સાથે જ રોડ શો શરૂ થયો હતો. 50 વર્ષમાં પહેલી વખત ગાંધી પરિવારનો કોઈ સભ્ય પાર્ટી મુખ્યાલયમાં 4 દિવસ પસાર કરશે.
4/5

રોડ શો પછી તરત જ પ્રિયંકા રાહુલની સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પછી તેઓ કોંગ્રેસ કાર્યકર્તાઓને મળશે અને સાંજે રાજીવ ગાંધી સભા સ્થળનું લોકાર્પણ કરશે. પ્રિયંકા 11 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. દરેક લોકસભા ક્ષેત્ર માટે 1-1 કલાકનો સમય નક્કી કરાયો છે.
5/5

લખનઉઃ પ્રિયંકા ગાંધીએ રાજનીતિમાં પ્રવેશ કર્યા પછી તેમને લોકસભાની ચૂંટણી માટે પૂર્વાંચલની જવાબદારી આપવામાં આવી છે. ત્યારે આજે પ્રિયંકાનો લખનઉમાં 15 કિ.મી.નો રોડ શો યોજાયો છે. પ્રિયંકાની રેલીમાં રાહુલ અને જ્યોતિરાદિત્ય સિંધ્યા પણ જોડાયા છે. તેમના રોડ શોમાં હજારોની સંખ્યામાં કાર્યકરો પણ ઉમટી પડ્યા છે.
Published at : 11 Feb 2019 02:20 PM (IST)
View More
Advertisement
Advertisement





















