આ અંગે કોંગ્રેસ એમએલએ અદિતિ સિંહે કહ્યું કે, ‘આ બિલકુલ ખોટી વાત છે અને જેમણે પણ આ મેસેજ વાયરલ કર્યો છે તેનો પત્તો લગાવીશ અને માનહાનિનો કેસ પણ કરીશ. શું કોઈ તેમની ઘરની દીકરીઓ સાથે આવું કરશે ? હું પણ કોઈની દીકરી છું. રાહુલ ગાંધી મારા મોટાભાઈ જેવા છે.’
2/9
અદિતિ સિંહે કરેલા ટ્વિટનો સ્ક્રીન શોટ.
3/9
અદિતિ સિંહ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીથી ઘણી પ્રભાવિત છે. પ્રિયંકા ગાંધીના કારણે જ તે કોંગ્રેસમાં જોડાઈ હતી. તે પ્રિયંકા ગાંધે બાળપણથી ઓળખે છે અને તેને જ આદર્શ માને છે. અદિતિ સિંહ પ્રિયંકા ગાંધીની નજીક હોવાનું કહેવામાં આવે છે.
4/9
અદિતિએ ગત વર્ષે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં રાયબરેલી સદર સીટથી 90,000 કરતાં પણ વધારે વોટથી જીત મેળવી ધારાસભ્ય બની હતી. 29 વર્ષીય અદિતિએ અમેરિકાની ડ્યૂક યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટની ડિગ્રી મેળવી છે.
5/9
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત છે, પરંતુ બીજી તરફ તેમના લગ્નને લઈ સોશિયલ મીડિયામાં અફવાનું બજાર ગરમ છે. સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની તસવીર અદિતિ સિંહ સાથે વાયરલ થઈ રહી છે. જેમાં તેની સાથે રાહુલના લગ્ન નક્કી થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
6/9
અદિતિ સિંહે કરેલા ટ્વિટનો સ્ક્રીન શોટ.
7/9
સોશિયલ મીડિયા પર રાહુલ અને અદિતિની તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં એક યુઝરે લખ્યું છે કે, ‘રાહુલ ગાંધીને ખૂબ ખૂબ અભિનંદન. અખિલેશ સિંહની દીકરી અદિત સિંહ બનશે રાહુલ ગાંધીની પત્ની. સોનિયા ગાંધીના રાયબરેલી સીટથી અદિત સિંહ ઉમેદવાર બનશે.’
8/9
અદિતિને રાજકારણ ઉપરાંત પુસ્તકો વાંચવાનો ઘણો શોખ છે. આ ઉપરાંત જ્યારે સમય મળે ત્યારે તે ડ્રાઇવિંગ પણ કરે છે. ધોની તેનો ફેવરિટ ક્રિકેટર અને અક્ષય કુમાર પસંદગીનો એક્ટર છે. રાજકીય નેતાઓમાં તેને શશિ થરૂરના પુસ્તકો, લેખો વાંચવાનું ગમે છે.
9/9
અદિતિના પિતા અખિલેશ સિંહ અહીંયાથી પાંચ વખત કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ તેમની દબંગ છબિના કારણે ચર્ચામાં રહેતા હતા. ગત યુપી વિધાનસભા ચૂંટણીમાં અદિતિએ રાયબરેલીની ગલીઓમાં ફરી યુવાઓને વોટ આપી વિજયી બનાવવાની અપીલ કરી હતી. અલગ પ્રકારની રાજનીતિની વાત કરવા અને યુવાઓને મળતી હોવાના કારણે તે લોકોમાં પણ પ્રિય છે.