Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
સેવન્થ ડેમાં બનેલી વિદ્યાર્થિની હત્યાની અતિ કરૂણ ઘટના બાદ વાલી મંડળ અને જનાક્રોશ સંઘર્ષ સમિતિએ શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ રજૂઆતના પગલે સરકારે પગલા લેતા અમદાવાદની વિવાદાસ્પદ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલ હવે સરકારી નિયંત્રણ હેઠળ છે. આજે DEOની હાજરીમાં સરકારી અધિકારીઓએ વહીવટી ચાર્જ લીધો છે. ધારાસભ્ય અમુલ ભટ્ટ સહિત આગેવાનોએ અને વાલી મંડળે DEOનું સન્માન કર્યું. સેવન્થ ડે સ્કૂલ બહાર વાલી મંડળ અને જનાક્રોશ સંઘર્ષ સમિતિએ ઉજવણી કરી હતી.
ઉલ્લેખનિય છે કે, સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થિની મર્ડરની ઘટના બની હતી. વિદ્યાર્થીને લોહી લૂહાણ હાલતમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ વાલીઓનો આક્રોશ સ્વાભાવિક છે. આ ધટનાથી સેવન્થ ડે સ્કૂલના મેનેજમેન્ટ પર અનેક સવાલો ઉભા થયા હતા. વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને વાલીઓમાં ચિંતા વ્યાપી ગઇ હતી. વિદ્યાર્થિની સુરક્ષા મુદ્દે વાલીઓએ મેનેજમેન્ટ સામે વેધક સવાલો કર્યાં હતા. આખરે વિદ્યાર્થીઓના હિતને ધ્યાન લઇને સરકારે શાળાનો વહીવટ હસ્તગત કર્યો છે. આ મામલાનો કેસ પણ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. આજે આ કેસની સુનાવણી છે.





















