ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરૂદ્દીને પહેલીવાર 2009માં કોંગ્રેસમાં એન્ટ્રી કરી હતી. તે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ લોકસભા સીટ પરથી સાંસદ બન્યો હતો. મોહમ્મદ અઝરૂદ્દીન પર ફિલ્મ ‘અઝહર’ પણ બની ચૂકી છે. આ ફિલ્મમાં ઈમરાન હાશમીએ અઝરૂદ્દીનનું પાત્ર નિભાવ્યું હતું.
2/4
તેલંગાણાની બધી 119 વિધાનસભા સીટો પર 7 ડિસેમ્બરે વોટિંગ યોજાશે. ચૂંટણીમાં ટીડીપી સાથે ગઠબંધન કર્યું છે અને તેનો મુકાબલો સત્તારૂઢ ટીઆરએસ સાથે છે.
3/4
તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલ તૈયારીની વચ્ચે કોંગ્રેસના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પાર્ટીએ પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝરૂદ્દીનને તેલંગાણા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કર્યા છે. આ સિવાય કોંગ્રેસે પ્રદેશ સંગઠનમાં 14 અન્ય ફેરફાર પણ કર્યા છે.
4/4
બે ઉપાધ્યક્ષ, આઠ મહાસચિવ અને ચાર સચિવોની નિયુક્તિ કરવામાં આવી છે. કોંગ્રેસે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતને પણ પદ આપ્યું છે. તેને કોંગ્રેસ પાર્ટીના સચિવ નિયુક્ત કરવામાં આવ્યો છે.