શોધખોળ કરો
રામચંદ્ર ગુહા- નિવૃત્ત થાય રાહુલ ગાંધી, લગ્ન કરે અને ઘર વસાવે, 15-20 વર્ષ સુધી BJPનું રહેશે રાજ
1/5

કોંગ્રેસમાં બુદ્ધિજીવી અને ખૂબ જ સંવેદનશીલ નેતા છે પરંતુ તે ગાંધી પર વધારે નિર્ભર છે. હું આ નિર્ભરતાને સમજી નથી શકતો. કોંગ્રેસ ભલે હવે પછીની ચૂંટણીમાં એન્ટીઇનકમ્બેસીને કારણે 44તી 70 અથવા 100 સીટ સુધી પહોંચી જાય, પરંતુ તે ફરીથી મોટી તાકાત નહીં બની શકે. રાહુલ ગાંધીએ રાજનીતિમાંથી નિવૃત્ત થઈ જવું જોઈએ, લગ્ન કરીને ઘર વસાવવું જોઈએ. આ જ તેમના માટે યોગ્ય રહેશે અને ભારત માટે પણ સારું રહેશે.
2/5

આમ આદમી પાર્ટી અને ગુજરાતમાં દલિતોની એકતા સાથે જોડાયેલ સવાલ પર ગુહાએ જણાવ્યું હતું કે, તમામ મહત્ત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, ભાજપ એવું ન વિચારી શકે કે કોઈ અસર નહીં થાય. ત્યાં સુધી કે જે લોકોએ નરેન્દ્ર મોદી માટે વોટ કર્યા છે, તે પણ તેની મોટી મોટી વાતો, ઠાલા વચનો, તેમના સૌથી અલગ કપડા અને મીડિયા સાથે લગાવ પર ટિપ્પણી કરી રહ્યા છે. પરંતુ તેમના સિવાય કોઈ એવો નેતા નથી જેને સમર્થન મળી શકે. પહેલા લોકોને લાગતું હતું કે નીતીશ કુમાર અને અરવિંદ કેજરીવાલ વિકલ્પ બની શકે છે, પરંતુ તેમણે લોકોને નિરાશ કર્યા છે.
Published at : 26 Sep 2016 07:18 AM (IST)
Tags :
Rahul GandhiView More





















