નવી દિલ્હીઃ રાફેલ વિમાન ડીલ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના તેવર કડક થઇ ગયા છે. રાહુલ વડાપ્રધાન મોદી પર સતત હુમલા કરતાં રહે છે. કોંગ્રેસ અધ્યક્ષે ગુરુવારે રાફેલ મુદ્દે પીએમને ઘેરવાનો અને પ્રહાર કરવાની અનોખી રીત અપનાવી. તેમને રાફેલ વિવાદ પર આખી કવિતા લખી નાંખી જેમાં પીએમ પર કટાક્ષ અને તીખા પ્રહારો કર્યા હતા.
2/5
30 ઓગસ્ટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક રિપોર્ટ રજૂ કરતાં પોતાના ટ્વીટમાં લખ્યુ હતું કે, 'વૈશ્વિક ભ્રષ્ટાચાર. સાચે જ રાફેલ વિમાન ખુબ ઝડપથી અને દુર ઉડે છે. આ એક બે અઠવાડિયામાં બંકરને તબાહ કરનારા બૉમ ફેંકી શકે છે. મોદીજી કૃપા અનીલને કહો, ફ્રાન્સમાં મોટી મુશ્કેલીઓ છે.'
3/5
4/5
રાફેલ પર રાહુલની કવિતાઃ--- મોદી-અંબાણી કા દેખો ખેલ, HAL સે છીન લિયા રાફેલ, ઘન્નાસેઠો કી કેસી ભક્તિ, ઘટા દિયા સેના કી શક્તિ, જિસ અફસરને ચોરી સે રોકા, ઠગો કે સરદારને ઉસકો ઠોકા, પિટ્ટુઓકો મિલી શાબાસી, સેઠોને ઉડતી ચિડીયા ફોસી, જન-ધનમે ફેલ રહી હે સનસની, મિલકર રોકેંગે લુટેરોકી કંપની,
5/5
ઉલ્લેખનીય છે કે, આવું પહેલીવાર નથી બન્યુ કે રાહુલ ગાંધીએ રાફેલ ડીલના મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેર્યા છે. આ પહેલા પણ રાહુલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ચોર' ગણાવ્યા હતા. એક ટ્વીટમાં રાહુલ ગાંધીએ પીએમ મોદીને 'કમાન્ડર ઇન થીફ' ગણાવ્યા હતા.