શોધખોળ કરો
વિધાનસભા ચૂંટણી: રાજસ્થાનમાં અને તેલંગણામાં મતદાન પૂર્ણ, બંન્ને રાજ્યોમાં 72 ટકા મતદાન
1/4

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં રાજસ્થાનની 199 બેઠકો પર 72 ટકા અને તેલંગાનાની 119 બેઠકો 72 ટકા મતદાન થયું છે. ઉલ્લેખનીય છે કે કેટલાક ઇવીએમમાં ખરાબી આવવાના કારણે મતદારોમાં રોષ પણ જોવા મળ્યો છે. રાજસ્થાનમાં કોગ્રેસે વિજયનો આશા વ્યક્ત કર્યો હતો અને તેલંગણામાં ટીઆરએસના વડા ચંદ્રશેખર રાવે પણ વિજયની આશા વ્યક્ત કરી હતી.
2/4

જ્યારે અલવર જિલ્લાના રામગઢ વિધાનસભા બેઠક પર બીએસપી ઉમેદવારનું અવસાન થવાથી તે બેઠક પર ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. જેના કારણે 199 બેઠકો પર ચૂંટણી યોજાવવાની છે. મુખ્યમંત્રી વસુંધરા રાજે ઝાલરાપાટન વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી લડી રહ્યા છે, તેમની સામે કૉંગ્રેસે જસવંત સિંહના મોટા પૂત્ર માનવેન્દ્ર સિંહને ઉમેદવાર બનાવ્યો છે. બાડમેરના શિવ ક્ષેત્રથી ધારાસભ્ય માનવેન્દ્રએ સપ્ટેમ્બરમાં ભાજપ છોડ્યા બાદ કૉંગ્રેસ પાર્ટીમાં સામેલ થયા છે.
Published at : 07 Dec 2018 08:18 AM (IST)
View More





















