આ સંજોગોમાં વિહિપનો નિર્ણય છે કે, હિન્દુ સમાજ વર્ષો સુધી કોર્ટના નિર્ણયની રાહ ન જોઈ શકે. અમે ઈચ્છીએ છીએ કે સરકાર અધ્યાદેશ લાવીને ભવ્ય મંદિરનું નિર્માણ કરે. આ કેસમાં આગળની વાતચીત પ્રયાગરાજમાં ધર્મ સંસદમાં થશે. ત્યાં સંત નક્કી કરશે કે આપણે આગળ શું કરવું.
2/3
નવી દિલ્હીઃ રામ મંદિર મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મનની વાત સામે આવ્યા બાદ વિશ્વ હિન્દૂ પરિષદ (વીએચપી)નું નિવેદન પણ સામે આવ્યું છે. વીએચપીએ પીએમ મોદીની વાત સાથે સહમતી ન દર્શાવતા કહ્યું કે, સરકારે કોર્ટની કાર્યવાહી પૂરી થાય તે પહેલા જ કાયદો બનાવીને મંદિર બનાવવું જોઈએ. બુધવારે વીએચપીના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, કોર્ટની રાહ જોવી ઘણું લાંબુ થઈ જસે અને હિન્દૂ અનંત કાળ સુધી આ રીતે ન રહી શકે.
3/3
વિહિપના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે જણાવ્યું કે, અમે રામ જન્મભૂમિ વિશે વડાપ્રધાનનું નિવેદન જોયું. આ વિવાદ 69 વર્ષથી ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસ તેમની પ્રાથમિકતામાં નથી. હવે 4 જાન્યુઆરીએ કોર્ટ આ વિશે સુનાવણી કરવાની છે. પરંતુ જે બેન્ચ આ કેસની સુનાવણી કરવાની છે તે બેન્ચનું હજી ગઠન કરવામાં આવ્યું નથી અને તેમાં વર્ષો પસાર થઈ જશે.