આરબીઆઈના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, મોટા ભાગે જૂની નોટોનો ઉપયોગ ખાડા ભરવા માટે કરવામાં આવશે. તેના માટે નોટોની ઈંટ બનાવવામાં આવશે તે એક અલગ પ્રોસેસ છે. ઉપરાંત કેટલીક નોટોના ઔઘોગિક ઉપયોગ પણ કરવામાં આવી શકે છે. સાથે કેટલાક પેપર વેટ બનાવવા અને ફર્નિચર બનાવવામાં કામમાં લેવાશે. ભારતમાં એટલી નોટો હોવાનું કારણ એ પણ છે કે ૯૮ ટકા લોકો લેવડદેવડ રોકડમાં કરે છે. આંકડાઓ મુજબ, કુલ નોટમાં ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાના નોટના ૭૫ ટકા હતા. ભારતમાં મોટાભાગે અન્ય દેશોના પ્રમાણમાં વધુ નોટો છાપવામાં આવે છે.
2/4
ચીનના હેનાન પ્રાંતમાં સ્થિત Luoyang શહેરમાં તેનો પ્રોજેકટ મુકવામાં આવ્યો હતો. શિન્હુઆના રિપોર્ટમાં જણાવાયું હતું કે, હેનાનના વર્તમાન રદ્દી પેપર મનીનો હિસાબ લગાવાય તો તેનાથી કંપની દર વર્ષે ૧.૩૨ મીલિયન કિલોવોટ વીજળી પેદા કરી શકે છે. આટલી વીજળી બનાવવા માટે ૪૦૦૦ ટન કોલસો સળગાવવો પડે. ચીનમાં નવેમ્બર ૨૦૧૫માં ૧૦૦ યુઆનની નવી નોટ લાવવામાં આવી હતી. જે પછી સરકારે ત્યાં બેકાર થઈ ગયેલી નોટોના ઉપયોગથી વીજળી બનાવવાનું કામ મોટા સ્તર પર કર્યું હતું.
3/4
નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ ૫૦૦-૧૦૦૦ની નોટો બંધ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે કદાચ તેમને પણ ખ્યાલ નહીં હોય કે તેનો ઉપયોગ એક ખૂબ જ અગત્યના કામ એટલે કે વીજળી બનાવવામાં કરી શકાય તેમ છે. ભારત પણ ચીનની જેમનોટબંધી બાદ કાગળનો ટુકડો બની ગયેલી નોટોનો ઉપયોગ વીજ ઉત્પાદન ક્ષેત્રે કરી શકે છે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ બંધ કરવાથી દેશમાં ૨૩૦૦ કરોડ નોટ એક રીતે રદ્દી બની છે. રીપોર્ટ મુજબ જો આ નોટોને એક સાથે લાવવામાં આવે તો તે માઉન્ટ એવરેસ્ટથી ૩૦૦ ગણો ઉંચો ઢગલો બની જશે.
4/4
અંગ્રેજી સમાચાર પત્ર હિન્દુસ્તાન ટાઈમ્સના રીપોર્ટ મુજબ અનુમાન છે કે સરકાર જૂની નોટો માટે ચીનના રસ્તો અપનાવીને પણ ઉપયોગમાં લે તેવી શકયતા છે. સેન્ટ્રલ ચીનમાં સ્થિત એક કંપનીને ૨૦૧૪માં પહેલીવાર બેકાર નોટો સળગાવીને વીજળી પેદા કરી હતી. તે સમયે ચીની ન્યૂઝ એજન્સી શિન્હુઆએ કહ્યું હતું કે એક ટન નોટના કાગળથી ૬૬૦ કિલોવોટ પ્રતિકલાક મુજબથી વીજળી બનાવી શકાય છે. એટલું જ નહીં, કોલસાની તુલનામાં આનાથી પ્રદૂષ્ણ પણ ઘણા પ્રમાણમાં ઓછું થાય છે.