વળી, પાર્ટી સુત્રો અનુસાર, આ મુદ્દે બીજી એક બેઠક બેગ્લુંરુની એક પ્રાઇવેટ હૉટલમાં થઇ. બેઠકમાં કુમારસ્વામી, કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા સિદ્ધારમૈયા, પરમેશ્વર અને કોંગ્રેસ મહાસચિવ અને કર્ણાટકના પાર્ટી મામલાના પ્રભારી કેસી વેણુગોપાલ સામેલ હતા. આ પહેલા નિર્ણય થઇ ચૂક્યો છે કે કોંગ્રેસના 22 મંત્રી અને જેડીએસના 12 મંત્રી હશે.
2/6
જી.પરમેશ્વરે કહ્યું કે, ‘‘બધી ચર્ચાઓ દિલ્હીમાં થશે. કેબિનેટ વિસ્તાર, કોને લેવાના છે અને કોને પ્રાથમિકતા આપવાની છે. આ બધો નિર્ણય હાઇકમાન્ડ દ્વારા નક્કી કરવામાં આવશે.’
3/6
કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી અને રાજ્ય કોંગ્રેસના મોટા નેતા દિલ્હીમાં છે. કર્ણાટકના ઉપમુખ્યમંત્રી તથા પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ જી.પરમેશ્વર, પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સહિત કોંગ્રેસના નેતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. આ મુલાકાતમાં રાજ્યની સરકારમાં કેટલા મંત્રી કોના રાખવા તે અંગે ચર્ચાની સંભાવના છે.
4/6
ફ્લૉર ટેસ્ટના ત્રણ દિવસ બાદ ચૂંટણીમાં પણ કોંગ્રેસ અને જેડીએસની વચ્ચે લડાઇ ચાલુ થઇ ગઇ છે. બન્નેએ અલગ અલગ થઇને કાલે રાજ રાજેશ્વરી નગર વિધાનસભા બેઠક આમને સામને ચૂંટણી લડી રહ્યાં છે. અગાઉ ત્યાં નકલી ચૂંટણીકાર્ડ મળવાને લઇને વિધાનસભા ચૂંટણી દરમિયાન ત્યાં મતદાન ન હોતુ થઇ શક્યું.
5/6
નોંધનીય છે કે, રાજ્યમાં ગઠબંધન સરકાર બની ગઇ છે, તેમછતાં હજુ સુધી કોંગ્રેસ અને જેડીએસના કેટલાક મામલે મતભેદો સામે આવી રહ્યાં છે.
6/6
નવી દિલ્હીઃ કર્ણાટકમાં બીજેપીને સત્તાથી દુર રાખીને કોંગ્રેસ-જેડીએસે ગઠબંધન સરકાર બનાવી લીધી છે, બન્ને પાર્ટીઓ વચ્ચે હજુ પણ કેટલાક મદ્દે મતભેદો અને વિવાદો ચાલું જ છે. બે મુદ્દે આ વિવાદ સ્પષ્ટપણ જોઇ શકાય છે. એક છે વિધાનસભામાં રાજ રાજેશ્વરી બેઠકની ચૂંટણી અને બીજું સરકારમાં મંત્રીપદની વહેંચણી.