શોધખોળ કરો
આ તારીખે ખેડૂતોના ખાતામાં સીધા જમા થશે 2000 રૂપિયા, પીએમ મોદી કરશે યોજનાની શરૂઆત
1/3

બીજી યોજના છે તે ખાસ કરીને અસંગઠીત વિસ્તારોના લોકોને પેન્શન આપવાની યોજના છે, તેની પણ શરૂઆત વડાપ્રધાનમાર્ચના બીજા સપ્તાહમાં કરી શકે છે. જો કે આ યોજનાનું નોટિફિકેશન જાહેર કરવામાં આવી ગયું છે. 15 ફેબ્રુઆરીથી જે 18 વર્ષથી 40 વર્ષના અસંગઠીત વિસ્તારના મજૂરો છે તેઓને લાભ મળશે. વડાપ્રધાન માર્ચના બીજા સપ્તાહમાં એક મોટા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને આ યોજનાની જાણ કરશે.
2/3

સરકાર ઇચ્છે છે કે ચૂંટણી આચાર સંહિતા લાગુ થયા પહેલા વચગાળાના બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોને લાગુ કરવામાં આવે. તેની શરૂઆત 24 ફેબ્રુઆરીએ ગોરખપુરથી થઇ શકે છે, અહીં ખેડૂતો માટેના કાર્યક્રમના સમાપન સમારોહમાં વડાપ્રધાન હાજરી આપનાર છે. વડાપ્રધાન સમાપ સમારોહમાં બટન દબાવી કેટલાક ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની શરૂઆત કરી શકે છે. જેમાં ખેડૂતોના ખાતામાં સીધા 2000 રૂપિયા જમા થશે.
Published at : 12 Feb 2019 07:13 AM (IST)
View More





















