શોધખોળ કરો
કેરળ: ભારે વિવાદ વચ્ચે મહિલાઓ માટે સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા, 22 ઓક્ટોબર સુધી ખુલ્લા રહેશે મંદિરના દ્વાર
1/5

કેરળ: સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર સંગ્રામ જારી છે. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ આદેશ બાદ સબરીમાલા મંદિરના કપાટ આજે 5 વાગ્યે ખોલવામાં આવ્યા છે. મોટી ઘમસાણ બાદ મહિલાઓ મંદિરની સીડીઓ ચઢીને દર્શને ગઈ. મોટી સંખ્યામાં મહિલાઓ મંદિરમાં પ્રવેશી રહી છે, જ્યારે હજારો ભક્તો તેમને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભક્તો આજે રાતે 10.30 વાગ્યા સુધી દર્શન કરી શકશે. મંદિરના કપાટ 22 ઓક્ટોબર સુધી ખુલ્લા રહેશે.
2/5

સુપ્રીમ કોર્ટે મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓનો પ્રવેશ પર પ્રતિબંધ દૂર કર્યો હતો. મંદિર સાથે સંકળાયેલા લોકો અને સ્વામી આયયપ્પના અનુયાયીઓ તેમના નિર્ણય સામે વિરુદ્ધ નિર્ણય કહે છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં મંદિરની આસપાસ મહિલા પ્રવેશ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તણાવની સ્થિતિને જોતાં સઘન સુરક્ષા કરવામાં આવી છે. મંદિર જવાના મુખ્ય રસ્તા નિલક્કલમાં સવારથી જ તણાવની સ્થિતિ છે. જેને લઈને ધારા 144 લાગુ કરવામાં આવી છે.
Published at : 17 Oct 2018 06:14 PM (IST)
Tags :
KeralaView More





















