તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે, તેઓ પોતે એક જગ્યા પર આશ્રમ બનાવી રહ્યા છે. કેટલાક લોકો તેનો વિરોધ કરે છે અને વિરોધનાં ષડયંત્રનાં ભાગરૂપે તેમની સામે આક્ષેપો થઇ રહ્યાં છે અને તેમના મહિલા સાથેના સબંધોની અફવા ઉડાડી રહ્યા છે. આ પ્રકારની અફવાઓ ફેલાવી આ લોકોએ મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે.
2/3
મળતી માહિતી મુજબ, સાધુની આસપાસ રહેતા લોકોએ એવી વાત ફેલાવી હતી કે, તેમને એક મહિલા સાથે અફેર છે. આ વાતથી તેઓ ગુસ્સે ભરાઇ ગયા હતા અને તેમણે જાતે જ તેમનું ગુપ્તાંગ કાપી નાંખ્યુ હતુ. આ ઘટના પછી તેમને સારવાર માટે બામણા જિલ્લાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની ઉંમર 28 વર્ષની છે.
3/3
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં કથિત રીતે અફેરની અફવા ફેલાતા એક સાધુએ ગુરુવારે પોતાનું ગુપ્તાંગ કાપી નાંખ્યું હતું. આ જાણકારી સીઓ સિટીએ શુક્રવારે આપી. એસપી રાઘવેન્દ્ર સિંહે જણાવ્યું કે, કમાસિન વિસ્તારમાં રસ્તાના કિનારે ખાલી પડેલ સરકારી જમીનમાં સુધા મૈદાની બાબા (45) ઘણાં સમયથી ઝુંપડું બનાવીને રહેતા હતા.