શોધખોળ કરો
કૉંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું, 2019માં એકલા હાથે ચૂંટણી જીતવી શક્ય નથી
1/3

નવી દિલ્હી: 2019 લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દિધી છે. ખાસ કરીને કૉંગ્રેસ પાર્ટી પણ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચૂંટણીને લઈને ખાસ પ્લાનિંગમાં લાગી ગઈ છે. કૉંગ્રેસની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, કૉંગ્રેસ પાર્ટીની હાલની સ્થિતિ જોતા એકલા સત્તામાં આવવું મુશ્કેલ લાગી રહ્યું છે.
2/3

સલમાન ખુર્શીદને જ્યારે પ્રશ્ન પુછવામાં આવ્યો કે કૉંગ્રેસ પાર્ટી પોતાના દમ પર સત્તમાં આવી શકે છે, તો તેમણે કહ્યું, આજે ખૂબ જ મુશ્કેલ છે. જો અમારે બહુમત મેળવવી હોય તો પાંચ વર્ષ સુધી કામ કરવું પડશે, કારણ કે ત્રણ વર્ષ સુધી ગઠબંધનની રણનીતિ પર કામ કર્યા બાદ અચાનક એમ ન કહી શકાય કે અમે એકલા હાથે ચૂંટણી લડશું. આજની સ્થિતિમાં અમે ગઠબંધનની રણનીતિ પર ચાલીએ છીએ, જેના માટે અમે જરૂરી પગલા ઉઠાવશું.
Published at : 22 Oct 2018 04:24 PM (IST)
View More




















