ભાજપ પ્રમુખ અમિત શાહે પણ આ કેમ્પેન સંદર્ભમાં માધુરી દીક્ષિત સાથે મુલાકાત કરી હતી.
2/6
આ પહેલા સંપર્ક ફોર સમર્થન કેમ્પેન અંતર્ગત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે સલમાન ખાનના પિતા સલીમ ખાન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન સલમાન ખાન પણ હાજર હતો.
3/6
સંજય દત્તે સીએમ યોગીને જણાવ્યું કે, તે યુપીના જોનપુર રોડ સ્થિત મોસાળના ચિલબિલા ગામને દત્ત લેવા ઈચ્છુક છે. સંજય દત્તની માતા નરગિસ દત્તનું પૈતૃક ધર ચિલબિલામાં હોવાનું કહેવાય છે.
4/6
આ અભિયાન અંતર્ગત યુપી સીએમે શનિવારે સંજય દત્ત સાથે મુલાકાત કરીને તેને પાર્ટીની સિદ્ધિ ગણાવી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ બંને વચ્ચે લગભગ અડધો કલાક સુધી મુલાકાત થઈ હતી. આ મુલાકાતમાં સંજય દત્તે એક ગામ દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
5/6
લખનઉઃ બોલિવૂડ એક્ટર સંજય દત્તે આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુખ્યમંત્રી નિવાસ સ્થાન પર મુલાકાત કરી હતી. સંજય દત્ત હાલ તેની આાગામી ફિલ્મ પ્રસ્થાનમના શૂટિંગ માટે લખનઉમાં છે. ભારતીય જનતા પાર્ટીએ લોકો સુધી સરકારની ચાર વર્ષના સિદ્ધી પહોંચાડવા માટે સંપર્ક ફોર સમર્થન નામથી એક અભિયાન શરૂ કર્યું છે.
6/6
સંજય દત્તે એમ પણ કહ્યું કે, ઉત્તર પ્રદેશ સરકારની ફિલ્મ નીતિથી તે ખૂબ પ્રભાવિત છે અને ઓક્ટોબરથી બીજી ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરશે. હાલ સંજય દત્ત લખનઉ અને તેની આસપાસના વિસ્તારોમાં ફિલ્મ પ્રસ્થાનમનું શૂટિંગ કરી રહ્યો છે.