શોધખોળ કરો
સિલેક્શન કમિટીએ CBI ચીફ આલોક વર્માને પદ પરથી કેમ હટાવ્યા? જાણો
1/4

સીબીઆઈ દ્વારા તપાસમાં વર્માનું નામ ગુરૂગ્રામ જમીનના એક મામલે સામે આવ્યું હતું. CVC એ આરોપ લગાવ્યો છે કે વર્મા આ કેસમાં સામેલ છે અને આશરે 36 કરોડ રૂપિયાની લેવડ-દેવડ થઈ છે. આયોગે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. સીવીસીએ આરોપ લગાવ્યો હતો કે વર્માએ IRCTC કેસમાં એક અધિકારીને બચાવવાની કોશિશ કરી હતી, જેમાં પૂર્વ કેંદ્રીય મંત્રી લાલૂ પ્રસાદ યાદવ સામેલ હતા. આયોગે એ પણ આરોપ લગાવ્યો હતો કે વર્મા ભ્રષ્ટ અધિકારીઓને સીબીઆઈમાં લાવવાની કોશિશ કરી રહ્યા હતા.
2/4

CVC રિપોર્ટમાં મોઈન કુરેશીના કેસની જાણકારી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેસની તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમ હેદરાબાદના વેપારી સતીશ બાબૂ સનાને એક આરોપી બનાવવા માંગતી હતી પરંત વર્માએ તેની મંજૂરી ન આપી. આ કેસની તપાસ સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના કરી રહ્યા હતા, જે વર્મા સાથે 23 ઓક્ટોબરે સરકારે રજા પર મોકલી દિધા હતા.
Published at : 10 Jan 2019 11:01 PM (IST)
View More





















