અમિત શાહે શિવસેના પ્રમુખ ઉદ્ધ ઠાકરે સાથે મુલાકાત પહેલા કહ્યું હતું કે, શિવસેના અને બીજેપી 2019 જ નહીં 2024ની લોકસભા ચૂંટણી પણ સાથે લડશે. શિવશેના કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં બીજેપીની સહયોગી પાર્ટી છે. પરંતુ તે બહુ સમયથી નારાજ છે.
2/6
પરંતુ શિવસેના સાસંદ અને પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે, આ અટકળો અંગે કહ્યું હતું કે, અમે બીજેપીની સાથે નથી પરંતુ એકલા જ લોકસભા ચૂંટણી લડીશું. કેવી રીતે બહારથી આવીને આને પ્રભાવિત કરી શકે છે?
3/6
બીજેપી સુત્રોના જણાવ્યા પ્રમાણે અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરેની બેઠકને ‘સકારાત્મક’ ગણાવવામાં આવી હતી અને દાવો પણ કરવામાં આવ્યો હતો બન્ને સહયોગી દળોની વચ્ચે તણાવ ઓછો થઈ ગયો છે.
4/6
શિવસેનાએ પાલઘર સીટ પર બીજેપી વિરુદ્ધ ઉમેદવાર ઉતાર્યો હતો. બીજેપીએ આ સીટ પરથી જીત હાંસિલ કરી હતી. શિવસેનાએ 25 જૂનને યોજાનાર મહારાષ્ટ્ર વિધાન પરિષદે મુંબઈ અને કોંકણ સ્નાતક સીટ માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. બીજેપીએ પણ આ સીટો માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે.
5/6
બુધવારે અમિત શાહે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. શિવસેના અધ્યક્ષે મુંબઈના પાલઘરમાં એક જનસભાને સંબોધતા દાવો કર્યો હતો કે, હારનો સામનો કરી રહેલ શિવસેના ઉમેદવાર શ્રીનિવાસ વાનગાએ બીજેપીને ‘ડરાવી’ દીધી છે.
6/6
મુંબઈ: કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં સત્તા પર બેસેલ ભાજપની સહયોગી શિવસેનાએ એકવાર ફરી બીજેપી પર ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, ભાજપનો આ તો ‘ડ્રામા’ ચાલુ છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત બાદ કહ્યું હતું કે, હવે કંઈ પણ થાય આ બધું ‘ડ્રામા’ છે.