શિવસેના 288 બેઠકોમાંથી ભાજપ માટે 136 બેઠકો છોડવા માંગે છે. એટલું જ નહીં શિવસેનાએ મુખ્યમંત્રીના પદની પણ માંગણી કરી હતી. કેટલાક સૂત્રોના કહેવા પ્રમાણે, ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રમાં પોતાની પાર્ટીનો મુખ્યમંત્રી ઇચ્છે છે. જોકે, ભાજપ રાજ્યમાં મોટાભાઇની ભૂમિકા છોડવા માંગતો નથી અને માતોશ્રીને પ્રાથમિકતા આપવાના મૂડમાં નથી.
2/6
શિવસેનાના એક નેતાએ જણાવ્યું હતું કે, 152 બેઠકોની માંગણી પાછળ ઠાકરે મહારાષ્ટ્રમાં પક્ષની તાકાત વધારવા માંગતા હોવાનું લાગી રહ્યું છે. શિવસેનાએ ભાજપને જણાવી દીધું છે કે જો 152 બેઠકો આપવામાં આવશે તો જ વિધાનસભા બેઠકમાં બંન્ને પક્ષ વચ્ચે ગઠબંધન રહેશે.
3/6
પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિધાનસભામાં ભાજપ શિવસેનાને 130 થી વધારે બેઠકો આપવાના મૂડમાં નથી. તે શિવસેનાને 130 બેઠકો ઓફર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ અધ્યક્ષ અમિત શાહે તો પાર્ટીના સાંસદો, ધારાસભ્યો અને નેતાઓને લોકસભા અને વિધાનસભામાં એકલા હાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે.
4/6
ભાજપ અધ્યક્ષ અમિત શાહે તાજેતરમાં જ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે તેમના નિવાસસ્થાન માતોશ્રી ખાતે મુલાકાત કરી હતી. અહીં શિવસેનાએ આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ સામે 153 બેઠકોનો પ્રસ્તાવ રજૂ કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જે અંગે અમિત શાહે બેઠકો પર ફાઇનલ ફોર્મુલા બાદમાં નક્કી કરવાનું કહ્યું હતું.
5/6
મુંબઇઃ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી ખરાબ ચાલી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તાજેતરમાં જ શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી હતી. જોકે, શિવસેનાએ આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ પાસે મોટી માંગણી કરી છે. શિવસેનાએ આગામી વિધાનસભા માટે ભાજપ પાસે 152 બેઠકોની માંગણી કરી છે.
6/6
કેટલાક સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શિવસેના 2014ની લોકસભા ચૂંટણીમાં બંન્ને પક્ષો વચ્ચે થયેલી બેઠકોની ફાળવણીની જેમ જ 2019ની ચૂંટણી લડવા માંગે છે. જેથી લોકસભા ચૂંટણીમાં પોતાની તાકાત અજમાવ્યા બાદ વિધાનસભાની ચૂંટણીમાં એકલા હાથે મેદાને ઉતરી શકે.