સૂત્રોના મતે શ્રીદેવીના પાર્થિવ દેહને મુંબઇના વર્સોવામાં આવેલા તેના બંગલામાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. અહીં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
2/4
ખલીઝ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે, શ્રીદેવીનો પરિવાર પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ જનરલ ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન્સિક એવિડન્સ તરફથી મળનારા લેબોરેટરી રિપોર્ટની રાહ જોઇ રહ્યો છે. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શ્રીદેવીનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.
3/4
નોંધનીય છે કે શ્રીદેવી પોતાના ભાણીયા મોહિત મારવાહના લગ્નમાં હાજરી આપવા દુબઇ ગઇ હતી ત્યાં હાર્ટઅટેકને કારણે તેનું નિધન થયું હતુ. એક રિપોર્ટ પ્રમાણે, મોહિત મારવાહની પત્ની અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણીની ભત્રીજી છે.
4/4
નવી દિલ્હીઃ દિગ્ગજ એક્ટ્રેસ શ્રીદેવીના પાર્થિવ દેહને આજે દુબઇથી મુંબઇ લાવવામાં આવશે. એક રિપોર્ટ પ્રમાણે, ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ શ્રીદેવીના મૃતદેહને દુબઇથી ભારત લાવવા માટે પોતાનું પ્રાઇવેટ જેટ દુબઇ મોકલ્યું હતું. સૂત્રોના કહેવા પ્રમાણે, રિલાયન્સ ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રાવેલ લિમિટેડનું એમ્બ્રાએર-135બીજે વિમાનમાં શ્રીદેવીનો મૃતદેહ લાવવામાં આવશે.