શોધખોળ કરો
વિજય માલ્યાના ખુલાસા બાદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરી નાણાંમંત્રી પર નિશાન સાધ્યું, લગાવ્યા બે મોટા આરોપ
1/3

સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કર્યું , વિજય માલ્યા દેશમાંથી ભાગ્યો તે વિશેના બે ફેક્ટ્સ સામે આવી રહ્યા છે, જેને કોઈ નકારી નહીં શકે. 24 ઓક્ટોબર 2015ના રોજ માલ્યા સામે જાહેર કરવામાં આવેલી લુક આઉટ નોટીસને બ્લોકમાંથી રિપોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી. તેની મદદથી માલ્યા 54 લગેજ આઈટમ લઈને ભાગવામાં સફળ રહ્યો હતો. બીજુ વિજય માલ્યાએ સંસદના સેન્ટ્રલ હોલમાં નાણા પ્રધાન અરુણ જેટલીને જણાવ્યું હતું કે, તે લંડન જઈ રહ્યો છે.
2/3

વિજય માલ્યાએ બુધવારે કહ્યું કે, તે ભારતથી રવાના થયો તે પહેલાં નાણામંત્રીને મળ્યો હતો. લંડનમાં વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થવા પહોંચેલા માલ્યાએ કહ્યું કે, તેણે મંત્રી સાથે મુલાકાત કરીને બેંકો સાથેના કેસને પૂરાં કરવાની રજૂઆત કરી હતી.
Published at : 13 Sep 2018 06:02 PM (IST)
View More




















