સાકિબનાં પરિવારનાં કહ્યા પ્રમાણે તે એક સ્ટેજ કલાકાર હતો અને તેણે બોલીવુડ ફિલ્મ ‘હૈદર’માં એક નાનકડી ભૂમિકા નીભાવી હતી. ‘હૈદર’ ફિલ્મ પહેલા સાકિબ સ્ટેજ ડ્રામામાં ભાગ લેતો હતો. પરિવારનાં જણાવ્યા પ્રમાણે અભિનયમાં તેને ઘણો રસ હતો. સાકિબનાં મામા ફિલ્મ ‘હૈદર’નાં ક્રુમાં એક કૉઑર્ડિનેટર તરીકે સામેલ હતા અને ફિલ્મ માટે એક્સ્ટ્રા કલાકારો ઉપલબ્ધ કરાવતા હતા.
2/4
અથડામણમાં માર્યા ગયેલા બિલાલે ધોરણ-10ની પરીક્ષા ડિસ્ટિન્ક્શન સાથે પાસ કરી હતી. તેને સ્પોર્ટ્સમાં પણ ઘણો રસ હતો. બિલાલ સાથે માર્યો ગયેલો અન્ય કિશોર ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતો હતો. જ્યારે સાકિબ બિલાલનો પરિવાર પૈસે ટકે સુઘી હતી. બિલાલના પરિવારના જણાવ્યા પ્રમાણે સાકિબને બોલિવૂડની ફિલ્મોમાં ઘણો રસ હતો. તેણે વિશાલ ભારદ્વારજની ફિલ્મ હૈદરમાં નાનો રોલ પણ કર્યો હતો.
3/4
શ્રીનગરઃ ડિસેમ્બર 9નાં રોજ શ્રીનગર પાસે લશ્કર-એ-તોઈબાના આતંકીની સાથે સાથે સાકિબ બિલાલ અને ધોરણ-9માં અભ્યાસ કરતા અન્ય એક કિશોરનું મોત થયું હતું. સૈન્ય અને આતંકીઓ વચ્ચે 18 કલાક સુધી અથડામણ થઈ હતી. જે કિશોર માર્યા ગયા હતા તેઓ હાજીન બાંદિપોરાના નિવાસી હતા.
4/4
બિલાલના મામાએ હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાતચીત કરતા જણાવ્યુ કે, "એક મહિના સુધી બિલાલને શોધવા માટે અમે અનેક જગ્યાએ ભટક્યાં હતા. અંતે અમને જે ન્યૂઝ મળ્યાં તે ખરેખર ચોંકાવનારા હતા. તેને એન્જિનિયરિંગમાં ઘણો રસ હતો. તે આતંકી ગ્રુપમાં કેમ જોડાઈ ગયો તેની અમને કોઈ માહિતી નથી. તે ઘરેથી અમુક સમાન ખરીદવા માટે ગયો હતો. અમુક લોકોએ બિલાલ અને અન્ય એક કિશોરને કોઈ એક ત્રીજા વ્યક્તિ સાથે બાઇક પર જતા જોયા હતા."