થોડાક દિવસો પહેલા જ સ્કાયમેટે પણ હવામાનમાં પલટો આવવા અને ચોમાસુ ફરીથી સક્રિય થવાની વાત કહી હતી.
2/5
આમ તો ચોમાસુ પુરુ થવાના આરે છે પણ હવામાન વિભાગે આગાહી કરીને ચેતાવણી આપી છે આ ત્રણ દિવસોમાં ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના તથા શિમલા સહિતના સ્થળોએ પણ વરસાદી ઝાંપટા આવી શકે છે.
3/5
4/5
નવી દિલ્હીઃ ચોમાસુ હજુ પુરુ નથી થયું, હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવાખાન વિભાગે કહ્યું છે કે હવામાનમાં પલટો આવવાના કારણે આ સ્થિતિનુ નિર્માણ થયુ છે.
5/5
હવામાન વિભાગે દેશના પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તે અનુસાર, આગામી 21 થી 24 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.