નોંધનીય છે કે મોદી સરકાર અને બીજેપી પર અનામત ખત્મ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગતો રહ્યો છે. જોકે, બીજેપી અને વડાપ્રધાન મોદી કહી ચૂક્યા છે કે અનામતને કોઇ ખત્મ કરી શકે નહીં.
4/7
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં 16 ટકા અનામતની માંગ સાથે મરાઠા સમુદાયના લોકોએ આંગોલન શરૂ કર્યું છે. પૂણે, નાસિક, ઔરંગાબાદમાં આ આંદોલન હિંસક બન્યું હતું. અનેક સ્થળો પર યુવકો દ્ધારા આત્મહત્યા કરવાના અહેવાલ પણ મળ્યા હતા. છેલ્લે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિવિધ રાજકીય દળો સાથે બેઠક કરી હતી અને કાયદાકીય રીતે મરાઠા સમુદાયને અનામત આપવા પર વિચાર કરાયો હતો.
5/7
નિતિન ગડકરીએ આર્થિક આધાર પર અનામત આપવા તરફ ઇશારો કરતા કહ્યું કે, એ વિચાર છે જે ઇચ્છે છે કે નીતિ નિર્માતા તમામ સમુદાયના ગરીબો પર વિચાર કરે. આ વિચાર કહે છે કે ગરીબ ગરીબ હોય છે, તેની કોઇ જાતિ, ધર્મ, કે ભાષા હોતી નથી. તેનો કોઇ ધર્મ હોતો નથી, મુસ્લિમ, હિન્દુ, મરાઠા, તમામ સમુદાયમાં એક હિસ્સો છે જેમની પાસે પહેરવાના કપડા નથી, ખાવા માટે ભોજન નથી.
6/7
મહારાષ્ટ્રના ઔરંગાબાદ નિતિન ગડકરીને જ્યારે અનામત માટે મરાઠા દ્ધારા ચલાવવામાં આવી રહેલા અનામત આંદોલન અને અન્ય સમુદાયો દ્ધારા ઉઠતી માંગ સંબંધિત પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, જો અનામત આપવામાં આવશે તો પણ ફાયદો થશે નહી કારણ કે નોકરીઓ જ નથી. બેંકમાં આઇટીના કારણે નોકરીઓ ઓછી થઇ છે. સરકારની ભરતીઓ પેન્ડિંગ પડી છે. નોકરીઓ ક્યાં છે?
7/7
મુંબઇઃ મરાઠા આંદોલનને પગલે અગાઉથી જ સળગી રહેલા મહારાષ્ટ્રમાં મોદી સરકારના મંત્રી નીતિન ગડકરીના એક નિવેદનને આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે અનામત રોજગારની ગેરંટી નથી કારણ કે નોકરીઓ ઓછી થઇ રહી છે.