પૂર્ણ ચંદ્રગ્રહણની કુલ અવધિ 103 મિનીટની હશે. ચંદ્રગ્રહણ આખી દુનિયામાં એક જ સમયે જોઇ શકાશે. જોકા, ભારમતાં આ ગ્રહણના આખા સમયે ચંદ્રમાં આકાશમાં હશે એટલે ગ્રહણ ચાલુ થવાથી લઇને પુરુ થવા સુધીનો શાનદાર નજારો દેખી શકાશે.
3/7
2018ના આ બીજુ પૂર્ણ ચંદ્રગ્રહણ ઓસ્ટ્રેલિયા, એશિયા, આફ્રિકા, યુરોપી અને સાઉથ આફ્રિકાના મોટાભાગમાં દેખી શકાશે. અમેરિકા, કેનેડા, મેક્સિકોમાં આ ગ્રહણ બિલકુલ નહીં દેખાય. રશિયામાં ઉત્તરપૂર્વીયના મોટાભાગમાં આ ગ્રહણ નહીં દેખાય.
4/7
11.54 વાગે ધીમે ધીમે ગ્રહણની નરી આંખોથી જોઇ શકાશે. મોડી રાત્રે 1.51 વાગે ચંદ્રગ્રહણ પોતાના સર્વોચ્ચ સ્તર પર હશે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે. 2.43 વાગે ધીમે ધીમે આની અસર ઓછી થશે. શનિવારે સવારે 5.00 વાગે ચંદ્રગ્રહણની અસર ખતમ થઇ જશે
5/7
ખાસ કરીને ભારતમાં મોડી રાતથી જ ચંદ્રગ્રહણની અસર દેખાવવાની શરૂ થઇ જશે. ધીમે ધીમે ચંદ્રમાનો રંગ લાલ થતો જશે અને એક સમય એવો આવશે જ્યાર ચંદ્ર આખેઆખો ગાયબ થઇ જશે, આની શરૂઆત મોડી રાત્રે 10.53 વાગેથી થઇ જશે. જોકે, નરી આંખોથી કંઇ જ નહીં દેખી શકાય.
6/7
આજે રાત્રે 10 વાગીને 44 મિનીટથી પેનમબ્રલ ગ્રહણ શરૂ થઇ જશે. આ ગ્રહણ શરૂઆતી ભાગમાં પૃ઼થ્વીનો પડછાયાનો બહારનો ભાગ ચંદ્રમાને ઢાંકવાનું શરૂ થઇ જશે. આ સ્થિતિમાં ચંદ્રમાંનો કોઇ ભાગ કપાયેલો દેખાય છે જાણે એવું લાગે છે કે કોઇ ગાઢ પડછાયો ચંદ્રમાં ઉપર પડી રહ્યો છે.
7/7
નવી દિલ્હીઃ આજે 21મી સદીનું સૌથી મોટુ ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે. આ વર્ષ 2018નું બીજું પૂર્ણ ચંદ્રગ્રહણ પણ છે. આ ભારતમાં પણ દેખાશે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં જોઇ શકાશે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં ચંદ્રગ્રહણની અસર મોડી રાત્ર 10.53 વાગેજ દેખાવવાની શરૂ થઇ જશે.